સબસિડાઇઝ્ડ ગૅસ-સિલિન્ડરની સંખ્યા વધારવાની જાહેરાત પાછી ખેંચવા ચૂંટણીપંચનો સરકારને આદેશ

Published: 12th December, 2012 05:59 IST

દેશભરના એલપીજી ગૅસના કસ્ટમરોને વર્ષમાં છને બદલે નવ ગૅસ-સિલિન્ડર સબસિડાઇઝ્ડ દરે આપવાનો નિર્ણય સરકારે લીધો હોવાની કેન્દ્રીય ઑઇલ મિનિસ્ટર એમ. વીરપ્પા મોઇલીની જાહેરાત મિડિયામાં વહેતી થતાં ઇલેક્શન કમિશને આ બાબતની ગંભીર નોંધ લીધી હતી અને આ સંદર્ભમાં આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં મોઇલીને આ વિશે જવાબ આપવા જણાવવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પણ ગુજરાતમાં બે તબક્કામાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીને કારણે આચારસંહિતા જારી છે ત્યારે આવી જાહેરાત થતાં કમિશને આ જાહેરાતની નોંધ લીધી હતી. કાલે ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે અને મતદારોને પ્રલોભન આપે એવી આ જાહેરાતથી આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે એવું માનીને ઇલેક્શન કમિશને સરકારને આ જાહેરાત રોકવાનો પેટ્રોલિયમ ખાતાને આદેશ આપ્યો હતો. ઇલેક્શન કમિશનના સેક્રેટરી હરબંસ સિંહે આ પત્ર મોકલ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK