માત્ર પીએમ નરેન્દ્ર મોદીના હાથમાં દેશ સલામત : અમિત શાહ

Published: Apr 18, 2019, 11:36 IST

જ્યાં સુધી ગ્થ્ભ્ છે ત્યાં સુધી કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે એમ ગ્થ્ભ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઈ કાલે મહારાષ્ટ્રના તાસગાંવમાં યોજાયેલી ચૂંટણી પ્રચારની રૅલીમાં જણાવ્યું હતું.

જ્યાં સુધી ગ્થ્ભ્ છે ત્યાં સુધી કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે એમ ગ્થ્ભ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઈ કાલે મહારાષ્ટ્રના તાસગાંવમાં યોજાયેલી ચૂંટણી પ્રચારની રૅલીમાં જણાવ્યું હતું. નૅશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએ તાજેતરમાં જ દેશમાં કાશ્મીર માટે અલગ વડા પ્રધાન હોવાનું સૂચન કર્યા બાદ અમિત શાહે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

અમિત શાહે કહ્યું હતું કે, આ દેશને સુરક્ષિત રાખવાની ક્ષમતા માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં જ છે. મહારાષ્ટ્રના સાંગલીમાં યોજાયેલી રૅલીમાં અમિત શાહે કહ્યું હતું કે આપણી પાસેથી કાશ્મીર કોઈ છીનવી નહીં શકે. જ્યાં સુધી ગ્થ્ભ્ છે, કાશ્મીર ભારતનો જ હિસ્સો રહેશે. અમે ક્યારેય ભારતમાં બે વડા પ્રધાન નહીં બનવા દઈએ એમ જણાવી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કૉન્ગ્રેસ કાશ્મીરને ભારતથી છૂટું પાડવા માગે છે.

ઓમર અબદુલ્લાની ટિપ્પણી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રચાર રૅલીઓ દરમિયાન કૉન્ગ્રેસને એની સહયોગી પાર્ટીને સમજાવવા જણાવ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે ભારત શિવાજી મહારાજની ભૂમિ છે અને એની સુરક્ષા એ આપણા સર્વેની જવાબદારી છે. પાકિસ્તાન દ્વારા વારંવાર કરાતાં છમકલાં સંદર્ભે તેમણે કહ્યું હતું કે ‘જો પાકિસ્તાન ગોળીઓ વરસાવશે તો ભારત ગોળાઓ (તોપગોળા) વરસાવશે. ભારતમાં ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને શોધી-શોધીને મારવામાં આવશે. વડા પ્રધાન મોદી દેશને સુરક્ષિત કરવા કામ કરી રહ્યા છે. બાલાકોટની ઍરસ્ટ્રાઇક દ્વારા આપણે આપણા જવાનોની શહીદીનો બદલો લઈ લીધો છે. ‘ફિર એક બાર મોદી સરકાર’ના નારાઓ હવે દેશના ખૂણે-ખૂણેથી સંભળાઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK