ચૂંટણી 2019ઃઆજે ૧૨ રાજ્યોની ૯૫ બેઠક પર બીજા તબક્કાનું મતદાન

Published: Apr 18, 2019, 07:40 IST | દિલ્હી

ત્રિપુરા (પૂર્વ) લોકસભા બેઠક પર મતદાન સ્થગિત, ૨૩ એપ્રિલે મતદાન થશે, જ્યારે વેલ્લોર બેઠક પર રાષ્ટ્રપતિએ ચૂંટણી રદ કરી, ઓડિશાની ૩૬ વિધાનસભા બેઠક માટે પણ મતદાન થશે

ત્રિલોકસભા ચૂંટણી ૨૦૧૯ના બીજા તબક્કાના ચૂંટણીપ્રચાર પર મંગળવારે સાંજે બ્રેક વાગી હતી. ૧૮ એપ્રિલે બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ લોકસભા સીટ પર મતદાન થશે. જે લોકસભા સીટ પર બીજા તબક્કામાં મતદાન થનાર છે એમાં સૌથી વધુ તામિલનાડુની ૩૮ અને કર્ણાટકની ૧૪ સીટ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની ૮, બિહારની ૫, મહારાષ્ટ્રની ૧૦, ઓડિશાની ૫, આસામની ૫, છત્તીસગઢની ૩, પãમ બંગાળની ૩, જમ્મુ-કાશ્મીરની ૨, મણિપુરની ૧ અને પૉન્ડિચેરીની ૧ લોકસભા સીટ પર આજે વોટિંગ થશે.

આ ફેઝમાં યુપીથી હેમા માલિની, રાજ બબ્બર અને એસપી સિંહ બઘેલ, જ્યારે તામિલનાડુમાં ભૂતપૂવર્‍ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના દીકરા કાર્તિ, કનિમોઝી, કર્ણાટકથી વીરપ્પા મોઇલી જેવા કેટલાય વીવીઆઈપી ઉમેદવારોની કિસ્મતનો ફેંસલો થશે.

જોકે ૧૮ એપ્રિલે ત્રિપુરાની ત્રિપુરા (પૂવર્‍) સીટ પર વોટિંગ થનાર હતું. ચૂંટણીપંચે ત્રિપુરા (પૂવર્‍) લોકસભા ક્ષેત્રમાં ખરાબ કાનૂનવ્યવસ્થાને કારણે ૧૮ એપ્રિલે થનારા મતદાનને મંગળવારે ટાળવાની ઘોષણા કરી છે અને કહ્યું કે અહીં હવે ૨૩ એપ્રિલે ચૂંટણી કરાવાશે. આયોગે જણાવ્યું કે કાનૂનવ્યવસ્થા નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી કરાવવા અનુકુળ નથી.

ઓડિશામાં લોકસભાની પાંચ બેઠક ઉપરાંત વિધાનસભાની ૩૬ બેઠક માટે પણ મતદાન થશે. મુખ્ય પ્રધાન નવીન પટનાયક ગંજમ જિલ્લામાં હિંજીલી અને બારગઢના બિજેપુરમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

લોકસભાની ૫૪૩ બેઠક માટે સાત તબક્કામાં મતદાન રખાયું છે. પહેલો તબક્કો ૧૧ એપ્રિલે યોજાયો હતો. બાકીના તબક્કા ૧૮ એપ્રિલે, ૨૩ એપ્રિલે, ૨૯ એપ્રિલે, છઠ્ઠી મે, ૧૨ મે અને ૧૯ મેએ મતદાન થશે. મતગણતરી ૨૩ મેએ યોજાશે. ચૂંટણીપંચે અત્યાર સુધીમાં વિવિધ રાજ્યમાંથી ૧૨૭ કરોડ રૂપિયાની રોકડ રકમ સહિત ૨૮૪ કરોડ રૂપિયાના મૂલ્યની ચીજો જપ્ત કરી હતી.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો છોટા ઉદેપુર લોકસભા બેઠકને

૧૧ કરોડ જેટલી રોકડ કબજામાં લીધા બાદ તામિલનાડુની વેલ્લોર બેઠક પર ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચૂંટણીપંચ દ્વારા મંગળવારે રાત્રે ભલામણ કરવામાં આવી હતી. ચૂંટણીપંચના આ નર્ણિય બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK