મને ગાળો આપનારા હવે ઈવીએમને ગાળો આપવા માંડ્યા : પીએમ મોદી

Published: Apr 25, 2019, 08:35 IST | ઝારખંડ

વડા પ્રધાને કહ્યું, દિલ્હીની ખુરશી પર નજર નાખનારા મહાભ્રષ્ટાચારીઓ અને મહામિલાવટી લોકોમાં હડકંપ મચી ગયો

File Photo
File Photo

ઝારખંડના લોહરદગાની બીએસ કૉલેજમાં પીએમ મોદી લોકસભા બેઠકના ત્રણ ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાનું સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીની સભામાં સુરક્ષાવ્યવસ્થાને લઈને પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. લોકસભા બેઠકના ત્રણ ઉમેદવારનું સમર્થન કરવાની સાથે જ પીએમ મોદીએ સભા મંચ પરથી ઈવીએમ મશીનને લઇને કૉન્ગ્રેસ પર પ્રહાર કર્યો છે.

લોકસભા ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત દેશમાં સાત તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે જેમાં મંગળવારે ગુજરાત સહિત ૧૫ રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થયું છે. હજી ચાર તબક્કા બાકી છે. આ સંજોગોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડ ખાતે ચૂંટણી સભા સંબોધતાં કૉન્ગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હવે તો વિરોધીઓએ પણ હાર સ્વીકારી લીધી છે. જે રીતે પરીક્ષામાં ફેલ થનારા વિદ્યાર્થીઓ પેન, પેપર, બેન્ચનો દોષ કાઢીને બહાનાં બનાવતાં હોય છે એ રીતે વિપક્ષ પોતાની હાર માટે ઈવીએમનું બહાનું બનાવે છે. મોદીને ગાળો આપનારા હવે ઈવીએમને ગાળો આપી રહ્યા છે. તેના નસીબમાં ગાળો ખાવાનું લખ્યું છે.’

આ પણ વાંચોઃ Video:જો ચૂકી ગયા હો તો અહીં જુઓ અક્ષયકુમારે લીધેલો PM મોદીનો ઈન્ટરવ્યુ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK