ચૂંટણી 2019: અમદાવાદમાં આ જગ્યાએ થશે મતગણતરી

Updated: May 18, 2019, 14:59 IST

મતગણતરી દિવસ પહેલા મતગણતરી સાથે સંકળાયેલા અધિકારીઓને એક દિવસીય તાલીમ શિબિર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મતગણતરી સાથે સંકળાયેલા અધિકારીઓને તાલીમ
મતગણતરી સાથે સંકળાયેલા અધિકારીઓને તાલીમ

સાતમા અને છેલ્લા તબક્કાને મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. આ સાથે જ 2019ની ચૂંટણી પૂરી થઈ જશે. અને હવે લોકો પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે મતગણતરીની તૈયારીઓ પણ આદરી દેવાઈ છે. આગામી 23મી મેના રોજ લોકસભા સામાન્ય ચુંટણી 2019ની મતગણતરી યોજાવા જઇ રહી છે ત્યારે રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ ચુંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર અમદાવાદ ગુજરાત કોલેજ ખાતે મત ગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતું. આ દરમિયાન તેમણે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે પાસેથી માહિતી મેળવી હતી. મતગણતરી દિવસ પહેલા મતગણતરી સાથે સંકળાયેલા અધિકારીઓને એક દિવસીય તાલીમ શિબિર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલિમ શિબીરમાં તમામ જિલ્લાનાં રિટર્નિંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓને ચુંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઇ.વી.એમ., વી.વી.પેટ અને બેલેટ પેપરની ગણતરી સંબંધિત બાબતોની તાલીમ સાથે જાણકારી આપવામાં હતી. મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે આ આદર્શ મતગણતરી કેન્દ્રની રાજ્યના તમામ રિટર્નિંગ ઑફિસર સહિતના અધિકારીઓ મુલાકાત લેશે અને પોતાના જીલ્લાઓના મતગણતરી કેન્દ્રો પર આવી જ વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરશે.

આ પણ વાંચો: બદલાઈ રહ્યું છે અમદાવાદ, ઘટી ટ્રાફિકની સમસ્યા

આગામી 23મી મેના રોજ લોકસભા સામાન્ય ચુંટણી 2019ની મતગણતરી યોજાવા જઈ રહી છે. મતગણતરી કેન્દ્રની સજ્જતા અગત્યનું પાસું છે ત્યારે આ મતગણતરી કેન્દ્ર ખાતે કાયદા અને વ્યવસ્થા, સી.સી.ટી.વી.કેમેરા, જરુરી સુચનાઓ સાથેના સાઇન બોર્ડ, સુવિધાઓ, પારદર્શિતા સાથે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસારની તમામ વ્યવસ્થા ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવી છે. ગુજરાત કોલેજ સિવાય એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં પણ મતગણતરી કરવામાં આવશે

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK