ગુજરાતમાં ભાજપમાં સિનિયર v/s જુનિયરનો જંગ

રશ્મિન શાહ | અમદાવાદ | Apr 02, 2019, 09:16 IST

સુરત અને અમદાવાદ (ઇસ્ટ)માં બીજેપીના નેતાઓ અને સ્થાનિક કાર્યકરો આમને-સામને આવી ગયા છે. નેતાઓને સ્થાનિક કાર્યકરમાં લોકસભા ઇલેકશન માટેની લાયકાત દેખાતી નથી અને કાર્યકરો પેરાશૂટ ઉમેદવાર માટે કામ કરવા રાજી નથી

ગુજરાતમાં ભાજપમાં સિનિયર v/s જુનિયરનો જંગ
દર્શના જરદોશ અને પરેશ રાવલ

લોકસભા ઇલેકશન માટે ઉમેદવાર શોધવાનું કામ ગ્થ્ભ્, કૉન્ગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા જોરશોરથી ચાલે છે ત્યારે સુરત અને અમદાવાદ (ઇસ્ટ) બેઠકમાં ભાજપની હાલત બરાબરની કફોડી થઈ છે અને ઇનડિરેક્ટલી ભાજપના નેતા અને સ્થાનિક કાર્યકરો આમને-સામને આવી ગયા છે. આ બન્ને બેઠકના પ્રવર્તમાન સંસદસભ્ય સ્થાનિક નથી

અને મત વિસ્તારના કાર્યકરોને તેમનો કડવો અનુભવ થયો હોવાને લીધે બીજેપી હવે અમદાવાદ (ઇસ્ટ)માં પરેશ રાવલને કે સુરતમાં દર્શના જરદોસને રીપીટ કરી શકે એમ નથી પણ ગ્થ્ભ્ની સામે યક્ષ પ્રશ્ન એ છે કે આ વિસ્તારમાં તેમને સ્થાનિક ઉમેદવાર પણ લોકસભા ઇલેકશનને લાયક દેખાતો નથી એટલે તેમની પાસે આયાતી ઉમેદવાર સિવાય કોઈ છૂટકો નથી. સામા પક્ષે આયાતી ઉમેદવારને સાથ આપવો નહીં એવું સ્થાનિક કાર્યકરોએ નક્કી કરી લીધું છે એટલે ગુજરાત ભાજપના સ્થાનિક નેતાઓ આ વિસ્તારના કાર્યકરોને સમજાવવા-મનાવવાના રસ્તાઓ શોધે છે પણ વાત યોગ્ય રીતે ગોઠવાતી નથી અને સ્થાનિક કાર્યકરો ટસના મસ થતાં નથી, જેને લીધે આ બન્ને બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં સમય ખેંચાઇ રહ્યો છે. ભાજપના કોર કમિટીના મેમ્બર એવા પરસોતમ રૂપાલા કહે છે, ‘ટિકિટ અપાતી હોય ત્યારે મતભેદ થાય એમાં કોઈ મોટી વાત નથી. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું નામ જાહેર થઈ જશે અને બધા ભેગા મળીને કામે પણ લાગી જશે.’

જે પ્રકારે સ્થાનિક કાર્યકરો આયાતી ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે એ જોઈને હવે લગભગ નક્કી મનાતા આયાતી ઉમેદવારને પણ ડર લાગવો શરૂ થયો છે, જેને લીધે તે પણ હવે પોતાનો મૂડ ચેન્જ કરવા માંડ્યા છે અને પહેલાં ટિકિટ માટે કરેલા પ્રયાસો હવે પડતાં મૂકીને ઊંધા પ્રયાસો એટલે કે ટિકિટ ન મળે એની માટે લાગતા-વળગતાઓને ફોન કરતાં થઈ ગયા છે. આવું કદાચ પહેલી વખત બની રહ્યું છે કે નક્કી હોય એવા કેન્ડિડેટ હવે ટિકિટ માટે નનૈયો ભણતાં હોય. એક બેઠક માટે લગભગ નક્કી કહેવાય એવા કેન્ડિડેટે ‘મિડ-ડે’ સાથે ઓફ ધી રેર્કોડ વાત કરતાં કહ્યું હતું, ‘જો લોકલ સર્પોટ ન હોય તો હારવા સિવાય બીજો કોઈ રસ્તો રહે નહીં અને એવું બને તો પાર્ટીમાં નામ બને એ પહેલાં જ ઇમ્પ્રેશન ખરાબ થઈ જાય. આવું કરવા કરતાં તો ઇલેકશન લડવી નહીં એ જ શાણપણ કહેવાય.’

અત્યારનું વાતાવરણ જોતાં એવું લાગે છે કે આ વખતે જૂનિયરો સામે સિનિયરોએ ઝૂકવું પડશે અને સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપીને કાર્યકર્તાઓને સાચવવા પડશે.

આ પણ વાંચોઃ વાત કરીશું એવા ગુજરાતી કલાકારોની જે આજે રાજકારણમાં પણ અવ્વલ છે

કોણ ક્યાંનું?

પરેશ રાવલ વિશે સૌ કોઈ જાણે છે કે એ મુંબઇના છે અને મુંબઇ જ તેમનું કર્મસ્થળ રહ્યું છે, જેને લીધે અમદાવાદ (ઇસ્ટ)ને તે બરાબર ધ્યાન આપી નથી શક્યા જ્યારે સુરતના દર્શના જરદોસમાં પ્રશ્ન જૂદો છે. દર્શના જરદોસ જે વિસ્તારને રિપ્રેઝન્ટ કરે છે એ વિસ્તામાં એંસી ટકા વૉટ સૌરાષ્ટ્રના છે અને એને કારણે આટલી જ ટકાવારીમાં કાઠીયાવાડીઓ બીજેપીના કાર્યકરો છે. આ વખતે તેમની ડિમાન્ડ એવી છે કે જો મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં મુસ્લિમ કેન્ડિડેટને પ્રાધન્ય મળતું હોય તો આ બેઠક પર કાઠીયાવાડ સાથે કનેકશન ધરાવતાં ઉમેદવારને જ ટિકિટ મળવી જોઈએ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK