વડોદરા : MLA મધુ શ્રીવાસ્તની મુશ્કેલી વધી, થયા તપાસના આદેશ

Published: Apr 12, 2019, 15:58 IST

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ચૂંટણીને અનુલક્ષીને એક જાહેર સભાને સંબંધી રહ્યા હતા. મધુ શ્રીવાસ્તવે તેમના નિવેદન દરમિયાન મતદારોને ધમકાવ્યા હતા કહ્યુ હતુ કે, દરેક બુથ પર કમળ ખીલવુ જોઈએ, નહી તો બધાને ઠેકાણે લગાવી દઈશે.

MLA મધુ શ્રીવાસ્તની મુશ્કેલી વધી
MLA મધુ શ્રીવાસ્તની મુશ્કેલી વધી

વડોદરા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓ વધી શકે છે. એક જનસભામાં આપેવા વિવાદાસ્પદ નિવેદન સામે ચૂંટણી પંચ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તેમની જાહેરસભા ભાષણ દરમિયાન મતદારોને વોટ આપવા માટે ધમકી આપી હતી જેની સામે જિલ્લા એસપીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ મામલે મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે અને તેમની પુછપરછ કરવામાં પણ આવી શકે છે.

મતદારોને ભાજપને મત આપવાની આપી હતી ધમકી

ઉલ્લેખનીય છે કે, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ચૂંટણીને અનુલક્ષીને એક જાહેર સભાને સંબંધી રહ્યા હતા. મધુ શ્રીવાસ્તવે તેમના નિવેદન દરમિયાન મતદારોને ધમકાવ્યા હતા કહ્યુ હતુ કે, દરેક બુથ પર કમળ ખીલવુ જોઈએ, નહી તો બધાને ઠેકાણે લગાવી દઈશે. મને કોઈનો ડર નથી.' મધુ શ્રીવાસ્તવના નિવેદનનો વીડિયો પણ વાયરલ થયો હતો જેના પગલે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે.

 

આ પણ વાંચો: સ્મૃતિ ઈરાની ક્યારેક ગ્રેજ્યુએટ તો ક્યારેક બી.કોમ સ્ટુડન્ટ : કોંગ્રેસ

 

ધારાસભ્ય સામે તપાસના આદેશ

મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાના ધારાસભ્ય છે અને છેલ્લા ઘણા સમયથી ભાજપમાં છે. ચૂંટણી નજીકના સમયમાં આવી રહી છે અને મધુ શ્રીવાસ્તવના આ નિવેદનને આચાર સંહિતાનો ભંગ માનવામાં આવી રહ્યો છે જેને પગલે મધુ શ્રીવાસ્તવ સામે તપાસ કરાઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK