ગાંધીનગર: પ્રચાર ફિક્કો દેખાતાં અમિત શાહે વાઘાણીને ડૅમેજ કન્ટ્રોલ માટે દોડાવ્યા

ગાંધીનગર | Apr 19, 2019, 08:02 IST

લોકસભાની ચૂંટણીને ગણ્યાગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે છતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી કરી છે ત્યાં પ્રચાર-પ્રસારમાં અસંતુક્ટ કાર્યકરો દેખાતા નથી

ગાંધીનગર: પ્રચાર ફિક્કો દેખાતાં અમિત શાહે વાઘાણીને ડૅમેજ કન્ટ્રોલ માટે દોડાવ્યા
અમિત શાહ અને જીતુ વાઘાણી

લોકસભાની ચૂંટણીને ગણ્યાગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે છતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી કરી છે ત્યાં પ્રચાર-પ્રસારમાં અસંતુક્ટ કાર્યકરો દેખાતા નથી એ સંદર્ભે ભાજપનાં વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી છે. પ્રચાર ફિક્કો લાગતાં અમિત શાહે પ્રદેશપ્રમુખ જિતુ વાઘાણીને આ વિશે સૂચના આપી હતી. ત્યાર બાદ જિતુ વાઘાણીએ રાતે ૨-૨ વાગ્યે કાર્યાલય પર જઈને બેઠકો શરૂ કરી છે. આ સાથે ભાજપના અસંતુક્ટ કાર્યકરોમાં ડૅમેજ કન્ટ્રોલ શરૂ કર્યું છે.

આ પણ વાંચોઃ જાણો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજકીય સફર

૨૬માંથી સુરેન્દ્રનગર, પંચમહાલ, મહેસાણા, અમદાવાદ, જામનગર અને સાબરકાંઠા બેઠક પર અસંતુક્ટોની સંખ્યા વધારે છે. ભાજપના અસંતુક્ટો અત્યારથી નિãષ્ક્રય બનીને ચૂંટણીપ્રચારમાં ડોકાતા જ નથી, જ્યારે રાજકીય બદલો લેવા કૉન્ગ્રેસના ઉમેદવારોને સર્પોટ કરી રહ્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK