પહેલી એપ્રિલ પહેલાં રાજ્યમાં LBTનો અંત : એકનાથ ખડસે

Published: Dec 18, 2014, 03:03 IST

આગામી પહેલી એપ્રિલ પહેલાં મહારાષ્ટ્રમાં લોકલ બૉડી ટૅક્સ (LBT)નો અંત લાવવાની જાહેરાત રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન એકનાથ ખડસેએ નાગપુર ખાતે વિધાનસભાના સત્રમાં કરી હતી. રાજ્યપાલના મંગળ પ્રવચન પરની ચર્ચા દરમ્યાન ખડસેએ આ જાહેરાત કરી હતી.
રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે તેમના મંગળ પ્રવચનમાં LBT રદ કરવા સાથે સુધારિત અને હળવી કરપ્રણાલી લાવવાનું આયોજન હોવાનું સભાગૃહમાં જણાવ્યું હતું. એ બાબતે વિરોધ પક્ષોએ સરકારનો જવાબ માગ્યો ત્યારે મહેસૂલ ખાતાના પ્રધાન તરીકે ખડસેએ ગૃહને આ માહિતી આપી હતી.

દરમ્યાન LBT રદ કરીને નવા આર્થિક વર્ષમાં રાજ્યમાં ગુડ્ઝ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) લાગુ કરવાના સંકેતો મળે છે. કેન્દ્ર સરકારે સંસદના ચાલુ સત્રમાં GST વિશે ખરડો રજૂ કરવાનું નક્કી કર્યું છે. કૉન્ગ્રેસે એમાંની ત્રુટિઓ બાકાત રાખવાનું જણાવતાં આ ખરડાને ટેકો આપ્યો છે. એથી આવતા આર્થિક વર્ષથી GST લાગુ થાય એ માટે માર્ગ મોકળો થયો હોવાનું માનવામાં આવે છે.

આ સંજોગોમાં રાજ્યમાં સત્તા પર આવતાં પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ LBT રદ કરવાનું વચન વેપારીઓને આપ્યું હતું. એના અમલની શક્યતા છે. વળી ઑક્ટ્રૉય અને LBT રદ કરવાથી રાજ્ય સરકારને થનારું નુકસાન કેન્દ્ર સરકાર ભરપાઈ કરશે. ઑક્ટ્રૉયની ભરપાઈપેટે કેન્દ્ર સરકાર રાજ્યને ૧૪,૫૦૦ કરોડ રૂપિયા ચૂકવનાર હોવાનું ખડસેએ સભાગૃહમાં જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK