મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અનેક કૅબિનેટ અને રાજ્ય કક્ષાના પ્રધાનો વાઇરસની ચપેટમાં આવ્યા બાદ હવે મંત્રાલયમાં પણ કોરોનાએ સપાટો બોલાવ્યો છે. મંત્રાલયમાં આવેલા મહેસૂલ વિભાગના એકસાથે ૮ કર્મચારીને કોવિડનું સંક્રમણ થવાથી ગભરાટ ફેલાયો છે. આ વાત જાણ્યા બાદ આ વિભાગના અન્ય ૨૩ કર્મચારીઓ પણ કામ પર હાજર ન થતાં એ વિભાગ બંધ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મહેસૂલ વિભાગના ૮ કર્મચારીઓ કોવિડ-પૉઝિટિવ હોવાથી તેમના સંપર્કમાં આવેલા અનેક કર્મચારીઓ અને લોકો ક્વૉરન્ટીન થયા છે. ૮ કેસ આવવાથી મંત્રાલયમાં આવેલા મહેસૂલ વિભાગને ગઈ કાલે સૅનિટાઇઝ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ મંત્રાલયના અનેક કર્મચારી અને ઑફિસરોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. મોટા ભાગનો સ્ટાફ રિકવર થયો હતો, પરંતુ કેટલાકનાં મૃત્યુ થયાં હતાં.
કૅબિનેટથી લઈને રાજ્ય કક્ષાના પ્રધાનો તેમ જ ઉચ્ચ અધિકારીઓની ઑફિસો મંત્રાલયમાં હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. મહેસૂલ વિભાગના ૮ કર્મચારીઓ પણ છેલ્લા કેટલાક સમયથી અનેક લોકોના સંપર્કમાં આવ્યા હશે. આવા લોકોને ક્વૉરન્ટીન થવાની સૂચના આપવામાં આવી છે.
મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
7th March, 2021 13:45 ISTVideo: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...
7th March, 2021 12:10 ISTકોરોનાના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીકરણને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ
7th March, 2021 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
7th March, 2021 09:27 IST