Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઈડી: રતુલ પુરીએ નાઇટ ક્લબમાં એક જ રાતમાં ૭.૮ કરોડ રૂપિયા ઉડાડ્યા

ઈડી: રતુલ પુરીએ નાઇટ ક્લબમાં એક જ રાતમાં ૭.૮ કરોડ રૂપિયા ઉડાડ્યા

21 October, 2019 10:38 AM IST | ભોપાલ

ઈડી: રતુલ પુરીએ નાઇટ ક્લબમાં એક જ રાતમાં ૭.૮ કરોડ રૂપિયા ઉડાડ્યા

ઈડી: રતુલ પુરીએ નાઇટ ક્લબમાં એક જ રાતમાં ૭.૮ કરોડ રૂપિયા ઉડાડ્યા


ભોપાલ : (જી.એન.એસ.) મધ્ય પ્રદેશના કૉન્ગ્રેસી મુખ્ય પ્રધાન કમલનાથના ભાણેજ રતુલ પુરીને લઈને ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) દ્વારા સ્ફોટક ખુલાસો કરવામાં આવ્યો છે. રતુલ પુરી સામે મની લૉન્ડરિંગના મામલાની તપાસ ચાલી રહી છે. આ મામલામાં ઈડીની ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે કે રતુલ પુરીએ અમેરિકાની એક નાઇટ ક્લબમાં એક જ રાતમાં ૧૧.૪૩ લાખ ડૉલર એટલે કે ૭.૮ કરોડ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો હતો. આ ખુલાસા બાદ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.

પુરી સિવાય ચાર્જશીટમાં તેના સહયોગી તેમ જ મોઝર બેયર કંપનીનું પણ નામ છે. પુરી આ કંપનીનો કાર્યકારી નિર્દેશક છે. ઈડીએ ચાર્જશીટમાં કહ્યું છે કે ‘નાણાકીય લેવડદેવડનો ઉપયોગ ભારતમાં અને વિદેશમાં મોંઘી હોટેલોમાં રોકાવા માટે થયો હતો. પ્રોવોકેટર નામની નાઇટ ક્લબમાં પુરીએ ૭.૮ કરોડ રૂપિયા વાપર્યા હતા.’
એજન્સીનો દાવો છે કે ૨૦૧૧થી ૨૦૧૬ની વચ્ચે પુરીનો વ્યક્તિગત ખર્ચ ૩૫ કરોડ રૂપિયા હતો. પુરીએ ૮૦૦૦ કરોડનું મની લૉન્ડરિંગ કર્યું છે જે શરૂઆતમાં લગાવાયેલા અંદાજ કરતાં ઘણું વધારે છે.
ઈડીનો દાવો છે કે મોઝર બેયર કંપનીએ બૅન્કો દ્વારા અપાયેલી લોનને પોતાની સબસિડિયરી કંપનીઓને ટ્રાન્સફર કરી નાખી હતી. આ બોગસ કંપનીઓ થકી મની લૉન્ડરિંગ કરાયું હતું. આ ચાર્જશીટમાં ડઝનબંધ કંપનીઓનો ઉલ્લેખ કરાયો છે.
૧૧૦ પાનાંની ચાર્જશીટમાં કહેવાયું છે કે મોઝર બેયર દ્વારા કેટલાંક વર્ષોમાં પોતાની સહયોગી અને સબસિડિયરી કંપનીઓમાં ૮૦૦૦ કરોડનું રોકાણ કરાયું છે. બૅન્કો પાસેથી મળેલી લોનનો દુરુપયોગ કરાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2019 10:38 AM IST | ભોપાલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK