વધી માયાવતીની મુશ્કેલીઓ, સુગર મિલ મામલે કરશે ED મની લોન્ડ્રિંગની તપાસ

May 14, 2019, 10:47 IST

લોકસભા ચૂંટણીમાં માયાવતીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. માયાવતી સરકારમાં વેચવામાં આવેલી સુગર મિલો મામલે ED મની લોન્ડ્રિંગ કેસ બાબતે હવે તપાસ કરશે. સીબીઆઈ દ્વારા કરાયેલી તપાસમાં મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા દસ્તાવેજ મળ્યા હતા જે EDને સોપી દેવામાં આવ

વધી માયાવતીની મુશ્કેલીઓ, સુગર મિલ મામલે કરશે ED મની લોન્ડ્રિંગની તપાસ
ફાઈલ ફોટો

લોકસભા ચૂંટણીમાં માયાવતીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. માયાવતી સરકારમાં વેચવામાં આવેલી સુગર મિલો મામલે ED મની લોન્ડ્રિંગ કેસ બાબતે હવે તપાસ કરશે. સીબીઆઈ દ્વારા કરાયેલી તપાસમાં મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા દસ્તાવેજ મળ્યા હતા જે EDને સોપી દેવામાં આવ્યા છે.

ED કરશે આ મામલે તપાસ

ઉત્તર પ્રદેશમાં વર્ષ 2010-11માં 21 સુગર મિલને ખોટી રીતે વેચવાનો આરોપ છે. આ મામલે હવે EDએ હવે તપાસ કરશે. આરેપ છે કે, સરકારે એક કંપનીને ફાયદો પહોચાડવા માટે ખોટી બેલેન્સ શીટ અને ઈન્વેસ્ટમેન્ટના ખોટા દસ્તાવેજોના આધારે નિલામીમાં સામેલ રહેવા પરવાનગી આપી હતી. એટલુ જ નહી આ કંપનીની સૌથી વધુ મિલો તેમની મૂળ કિંમતો કરતા ઓછા ભાવમાં વેચી દિધી હતી. આ કંપનીનું નામ નમ્રતા માર્કેટિંગ પ્રાઈવેટ લિમિટેડ કહેવામાં આવે છે. આ મિલોના વેચાણઆં 1179.00 કરોડ રુપિયાનું નુકસાન માનવામાં આવે છે. આ વખતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન માયાવતી હતા.

આ પણ વાંચો: મોદી પાસે પર્સ નહોતું અને 1988માં ડિજિટલ કૅમેરા, ઈ-મેઇલની સુવિધા હતી: ઓવૈસી

યોગી આદિત્યનાથે કરી હતી ભલામણ

વર્ષ 2017માં બીજેપી સરકારના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સરકારમાં આવ્યા બાદ એપ્રિલ 2018માં સુગર મિલની વેચવાની તપાસ કરવા સીબીઆઈને ભલામણ કરી હતી જેની શરુઆતી તપાસમાં આ મામલે ગડબડ હોવાનું સામે આવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK