મોડી રાત્રે ગીર સોમનાથ અને કચ્છમાં ભૂકંપ, લોકોમાં ગભરાટ ફેલાયો

Published: Apr 13, 2019, 12:24 IST | ગીર સોમનાથ, કચ્છ

મોડી રાત્રે કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપ અનુભવાયો. અચાનક અડધી રાત્રે આંચકો આવતા લોકો સફાળા જાગી ગયા હતા.

તાલાળા અને રાપરમાં ભૂકંપના આંચકા
તાલાળા અને રાપરમાં ભૂકંપના આંચકા

શુક્રવારે મોડી રાત્રે રાજ્યના બે જિલ્લામાં ધરા ધ્રુજી હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. મધરાતે આવેલા આંચકાથી લોકો નિંદરમાંથી જાગીને ઘરની બહાર નીકળી ગયા હતા. આ આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 16 કિમી દૂર નોંધાયું હતું. અચાનક ધરતી ધ્રુજતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

કચ્છમાં પણ અનુભવાયા આંચકા
ન માત્ર તાલાળા પરંતુ કચ્છના રાપરમાં પણ હળવા આંચકા આવ્યા હોવાના અહેવાલો છે. રાપરમાં વહેલી સવારે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

આ પણ વાંચોઃ દિલ્હી-NCRમાં ભૂકંપના 6.4ની તીવ્રતાના આંચકા

ગીર સોમનાથમાં ભૂકંપની ફૉલ્ટ લાઈન સક્રીય
થોડા દિવસ પહેલા ગીર સોમનાથના તાલાળા પાસે આવેલા હિરણવેલ ગામમાં થોડા સમય પહેલા આંચકા અનુભવાયા હતા. ગીર સોમનાથમાં ભૂકંપની ફૉલ્ટ લાઈન સક્રીય થઈ હોવાનું તારણ નીકળતા ત્યાં સિસ્મોગ્રાફ યંત્ર પણ મુકવામાં આવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK