બેડની પોઝિશનને કારણે આ ટચૂકડો ફ્લૅટ સોશ્યલ મીડિયામાં ચર્ચામાં

Published: Sep 03, 2020, 12:05 IST | Mumbai correspondent | Mumbai

નાના ઘરને મોટું દેખાડવા ઘણી વાર એમાં એવી અરેન્જમેન્ટ્સ કરવામાં આવે છે કે જગ્યાનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય જેથી નાનું ઘર પણ વાપરવા માટે મોટી ખુલ્લી જગ્યા પૂરી પાડી શકે.

બેડની પોઝિશનને કારણે આ ટચૂકડો ફ્લૅટ સોશ્યલ મીડિયામાં ચર્ચામાં
બેડની પોઝિશનને કારણે આ ટચૂકડો ફ્લૅટ સોશ્યલ મીડિયામાં ચર્ચામાં

બ્રિટનમાં વેચાવા નીકળેલા એક સ્ટુડિયો ફ્લૅટની તસવીરો વાઇરલ થઈ છે. નાના ઘરને મોટું દેખાડવા ઘણી વાર એમાં એવી અરેન્જમેન્ટ્સ કરવામાં આવે છે કે જગ્યાનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય જેથી નાનું ઘર પણ વાપરવા માટે મોટી ખુલ્લી જગ્યા પૂરી પાડી શકે. આ ફ્લૅટની કિંમત ૧.૨૫ લાખ પાઉન્ડ એટલે કે ૧.૨ કરોડ રૂપિયા ઠરાવી છે. 
વૉશિંગ્ટન વેસ્ટ સસેક્સમાં આવેલા આ સ્ટુડિયો ફ્લૅટમાં એક ઓપન કિચન, એક બાથરૂમ, એક બારી છે. આ સ્ટુડિયો ફ્લૅટમાં દાદરની ઉપર જ બેડ સેટ કરવામાં આવ્યો છે. આ બેડને કારણે એ ચર્ચામાં છે, કેમ કે એ દાદરાની ઉપરના ભાગમાં સેટ કરાયો છે. એવામાં જો તમે ઊંઘમાં ભૂલથી પડી જાઓ તો સીધા નીચે પહોંચો એવું બની શકે છે. આ પોસ્ટ પર અનેક યુઝર્સે કોમેન્ટ કરી છે, જેમાં મુખ્ય ચિંતા બેડની પોઝિશન માટેની જ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK