પોલિયોના વધતા પ્રકોપને કારણે પાકિસ્તાનના જવાનો પર પ્રતિબંધ ત્રણ મહિના વધ્યો

Published: Jan 12, 2020, 15:17 IST | Mumbai Desk

પાકિસ્તાન સિવાય અફઘાનિસ્તાન અને નાઇજિરિયા જેવા દેશોમાં પણ મુસાફરી કરવાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પાકિસ્તાનના દરેક રાજ્યોમાં ડ્રાઇવ્‍ડ પોલિયો વાઇરસ ટાઇપ-ટૂના સતત વધતા પ્રકોપ અને વાઇલ્ડ પોલિયો વાઇરસ ટાઇપ-વનના જોખમને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનના જવાનો પર પ્રતિબંધ ૩ મહિના વધુ વધારી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ન્યુઝપેપરમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે ડબ્લ્યુએચઓએ ભલામણ કરી છે કે પાકિસ્તાનમાં પોલિયો રોકવાનો કાર્યક્રમ તરત શરૂ કરવાની જરૂર છે. પાકિસ્તાન સિવાય અફઘાનિસ્તાન અને નાઇજિરિયા જેવા દેશોમાં પણ મુસાફરી કરવાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ડબ્લ્યુએચઓનો નિર્ણય ઈન્ટરનૅશનલ હેલ્થ રેગ્યુલેશનની ઈમર્જન્સી સમિતિની ભલામણના આધારે લેવામાં આવ્યો છે. પાકિસ્તાનને આ વિશે થોડા સમય પહેલાં જ જાણ કરવામાં આવી છે. અહીં ૨૦૧૯માં પોલિયો વાઇરસના ૧૩૪ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ૨૦૧૮માં આ સંખ્યા માત્ર ૧૨ હતી. પાકિસ્તાનમાં સૌથી વધુ પોલિયોગ્રસ્ત રાજ્યોમાં પંજાબ અને ખૈબર પખ્તુનખાનું નામ સામેલ છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે તાજેતરનાં વર્ષોમાં જ થયેલી પ્રગતિ એકદમ ઊંધી દેખાઈ રહી છે. સમિતિના સર્વે પ્રમાણે ૨૦૧૪ પછી પોલિયો વાઇરસના આંતરરાષ્ટ્રીય પ્રસારનું જોખમ ખૂબ વધી ગયું છે. ડબ્લ્યુએચઓએ ભારત સહિત દક્ષિણ-પૂર્વ એશિયાના ૧૧ દેશોને ૨૭ માર્ચ ૨૦૧૪માં પોલિયોમુક્ત જાહેર કર્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK