વસઈમાં બન્યો ગજબનો બનાવ

Published: Oct 01, 2019, 12:54 IST | પ્રીતિ ખુમાણ ઠાકુર | મુંબઈ

એક વ્ય‌ક્તિને ન્યાય ન મળતાં તેણે જજની ચેમ્બરને જ લૉક કરી દીધી

વસઈમાં જજની ચેમ્બરને લૉકથી બંધ કરીને એના પર મેસેજ પણ ચોંટાડવામાં આવ્યો હતો.
વસઈમાં જજની ચેમ્બરને લૉકથી બંધ કરીને એના પર મેસેજ પણ ચોંટાડવામાં આવ્યો હતો.

મુંબઈઃ વસઈના મૅ‌જિસ્ટ્રેટ એસ. બી. પવારની ચેમ્બરમાં એક અજ્ઞાત વ્ય‌ક્તિ ઘૂસી ગઈ અને જજની ચેમ્બરને બહારથી સીલ કરીને લૉક મારીને એના પર એક નોટ પણ લગાડી દીધી હતી. કોર્ટમાં લંચ બ્રેક થયો ત્યારે અજ્ઞાત વ્ય‌ક્તિએ આ કામ કર્યું હતું. જો કે જજની ચેમ્બરને અજ્ઞાત વ્ય‌ક્તિ દ્વારા લૉક કરી દેવાનો આ બનાવ પહેલી વખત બન્યો હોવાથી આ બનાવ ભારે ચર્ચાનો ‌વિષય બની ગયો છે.

ગુરુવારે બપોરના સમયે મ‌ૅજિસ્ટ્રેટ લંચ કરવા માટે બહાર નીકળ્યા હતા ત્યારે ત્યાં કોર્ટમાં કામ કરતી વ્યક્તિ નહોતી અને એ પ‌રિ‌સ્થિતિનો ફાયદો અજ્ઞાત વ્ય‌ક્તિએ ઉપાડ્યો હતો. અજ્ઞાત વ્ય‌ક્તિએ કોઈ નહોતું ત્યારે ચેમ્બરને બહારની બાજુએથી લૉક કરી નાખ્યું અને લૉક પર અંગ્રેજીમાં એક નોટ પણ લખીને ચોંટાડી હતી. આ નોટ પર ‘સેશન્સ કોર્ટ, મુંબઈ દ્વારા સલમાન ખાનને પાંચ વર્ષ માટે દો‌ષિત ઠેરવવામાં આવ્યો હતો, જેને ત્રણ કલાકની અંદર હાઈ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા અને હું ન્યાય માટે દરવાજે-દરવાજે ભટકી રહ્યો છું, હું ટૅક્સ ભરું છું જેથી માનનીય ન્યાયાધીશને પગાર મળે અને મને ન્યાય માટે નકારવામાં આવે છે, સીલ કરવાનો અ‌ધિકાર છે. ડૉ. ફૈયાઝ ખાનના આદેશથી કોર્ટે મહોર મારી દીધી છે.’

આ બનાવ ‌વિશે વસઈ ગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ભાસ્કર પુકલેના જણાવ્યા પ્રમાણે ‘આ ‌બનાવ ‌વિશે મા‌હિતી મળ્યા બાદ પોલીસે કલમ ૩૪૧ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તેમ જ લૉકને જપ્ત કરીને તેની સાથે એના પર લગાડેલા મેસેજને પોલીસે જપ્ત કર્યો છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK