મુંબઈ સહિત રાજ્યમાં સોમવારે રાતે પડેલા ધોધમાર વરસાદ બાદ વાકોલા ધોબીઘાટના નાળા પાસે રહેલા એક ઘરની દીવાલ તૂટી પડી હતી અને એ દુર્ઘટનામાં ચાર મહિલાઓ તણાઈ ગઈ હતી. જોકે એમાં એક નાની બાળકી પણ હતી. એ વખતે બૂમાબૂમ મચી જતાં એક યુવાને નાળામાં ઝંપલાવીને બાળકીને બચાવી લીધી હતી અને તેને સારવાર માટે વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
બીએમસી કન્ટ્રોલના જણાવ્યા અનુસાર આ ઘટના ગઈ કાલે ૧૧.૩૦ વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનાં બે ફાયર એન્જિન, ઍમ્બ્યુલન્સ બચાવકાર્ય માટે ધસી ગયાં હતાં. બીએમસીના અધિકારીઓ અને વાકોલા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મોડી સાંજ સુધી વહી ગયેલી મહિલાઓની શોધખોળ ચલાવાઈ રહી છે.
રેલ પ્રવાસીઓને મોટી રાહત, Mobile Appથી ફરી બુક થશે જનરલ ટિકિટ
26th February, 2021 15:39 ISTધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સમાં ગૌહર ખાન
26th February, 2021 14:21 ISTસોશ્યલ મીડિયાને લીધે ટૅલન્ટને ઓળખ મળી હોવાનું માને છે સિંગર આકૃતિ કક્કર
26th February, 2021 14:18 ISTબાવરા દિલના સરકાર અને ઉદયભાણ સિંહ વચ્ચે શું સમાનતા છે?
26th February, 2021 13:59 IST