રવીન્દ્ર વાઇકર,અરવિંદ સાવંતની અપૉઇન્ટમેન્ટને લીધે ઉદ્ધવનો પગ કૂંડાળામાં

Published: Feb 20, 2020, 08:36 IST | Sanjeev Shivadekar | Mumbai

ખુદ શિવસૈનિકો કહે છે કે આ બે નિમણૂકો મહા વિકાસ આઘાડીની સરકાર માટે ઑફિસ ઑફ પ્રૉફિટની મુસીબત નોતરશે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરેલી બે નિમણૂકોને કારણે ‘ઑફિસ ઑફ પ્રૉફિટ’નો વિવાદ ઊછળે એવી શક્યતા છે. ઉદ્ધવ ઠાકરેએ ચીફ મિનિસ્ટર્સ ઑફિસના ચીફ કો-ઑર્ડિનેટરના હોદ્દા પર શિવસેનાના વિધાનસભ્ય રવીન્દ્ર વાઇકર અને સંસદસભ્ય અરવિંદ સાવંતની નિમણૂક સ્ટેટ પાર્લમેન્ટરી કો-ઑર્ડિનેશન કમિટીના પ્રમુખપદે કરી છે. રાજ્ય અને કેન્દ્રના સ્તરે શિવસેનાની મુશ્કેલીઓ દૂર કરવાના ઇરાદાથી બન્ને નિમણૂકો કરવામાં આવી હતી, પરંતુ એમાં ‘ઑફિસ ઑફ પ્રૉફિટ’ અને કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ’ના વિવાદો ઊભા થવાની શક્યતા છે. ચૂંટાયેલા સભ્યને રાજ્ય માટે ડિસ્ચાર્જ ઑફ ડ્યુટીઝ બાબતે ‘કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ’નો મુદ્દો ઉપસ્થિત થઈ શકે છે. હોદ્દા દ્વારા એ વ્યક્તિને આર્થિક લાભનો મુદ્દો પણ ઊભો થઈ શકે છે.

ઉક્ત બે નિમણૂકો ‘ઑફિસ ઑફ પ્રૉફિટ’ના વ્યાપમાં આવી શકે કે નહીં એની ચર્ચા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુખ્ય સચિવ અજૉય મેહતા સાથે કરી હોવાનું મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

નિયમો પ્રમાણે ‘ઑફિસ ઑફ પ્રૉફિટ’નો અર્થ ચૂંટાયેલા લોકપ્રતિનિધિને અન્ય સરકારી હોદ્દા દ્વારા વ્યક્તિ પગાર કે ભથ્થાં કે અન્ય સવલતોના રૂપમાં આર્થિક લાભો મળે એવો થાય છે. ઑફિસ ઑફ પ્રૉફિટ’ના નિયમ અનુસાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના હોદ્દા પર વિધાનસભ્યો કે સંસદસભ્યોની નિયુક્તિ કરી ન શકાય.

રવીન્દ્ર વાઇકરે આ સંદર્ભે જણાવ્યું હતું કે ‘ઑફિસ ઑફ પ્રૉફિટ’ને મુદ્દે મેં હોદ્દા પરથી રાજીનામું આપ્યાના સમાચાર ખોટા છે. એ અફવા પર ધ્યાન ન આપશો. આ બાબતમાં ‘ઑફિસ ઑફ પ્રૉફિટ’નો કેસ બનતો નથી.’

જોકે રવીન્દ્ર વાઇકર અને અરવિંદ સાવંતની આ નિમણૂકોને પગલે મહા વિકાસ આઘાડી સરકાર માટે મુશ્કેલી ઊભી થવાની શક્યતાની ચર્ચા શિવસેનાના હોદ્દાદારો કરી રહ્યા છે. ૧૪ વર્ષ પહેલાં ૨૦૦૬માં કૉન્ગ્રેસનાં નેતા સોનિયા ગાંધીએ ‘ઑફિસ ઑફ પ્રૉફિટ’ના મુદ્દે લોકસભામાંથી રાજીનામું આપ્યું હતું. ૨૦૧૮માં દિલ્હીની રાજ્ય સરકારમાં કેટલીક નિયુક્તિઓના પ્રશ્ને ચૂંટણીપંચે ‘ઑફિસ ઑફ પ્રૉફિટ’નો મુદ્દો ઉપસ્થિત કરીને આમ આદમી પાર્ટીના ૨૦ વિધાનસભ્યોને હોદ્દા માટે ગેરલાયક જાહેર કર્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK