કેટલાક લોકોને એક બતક મળ્યું, જેના તીર માથાની આરપાર થઈ ગયું હતું. પણ સદ્ભાગ્યે તે જીવીત રહી. ત્રણ લોકોએ તેને પકડી અને હૉસ્પિટલ લઈ ગયા. જ્યાં ઑપરેશન બાદ તીર કાઢવામાં આવ્યું. રિપોર્ટ પ્રમાણે, બતક ત્રણ મહિનાથી તે તીર સાથે જીવી રહી હતી. ઘટના રિપબ્લિકના પિલસેન શહેરની છે. જ્યાંની રેડબુઝા નદીમાં આ બતકનાં માથામાં તીર વાગ્યું અને ત્રણ મહિના બાદ આ તીર બહાર કાઢી શકાયું. કહેવામાં આવ્યું કે તેના પર એક ક્રૉસબો(એક પ્રકારના ધનુષ) દ્વારા વાર કરવામાં આવ્યો હતો.
એપ્રિલમાં કર્યો હતો પહેલો પ્રયત્ન
શહેરના એનિમલ રેસ્ક્યૂ સેંટરના હેડ કેરેલ મેકોને જણાવ્યું કે, અમે પહેલી વાર તેને એપ્રિલમાં પકડવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તે ભાગી ગયું. તેના પછી અમે ઘણાં પ્રયત્નો કર્યા. પણ દર વખતે તે ઉડી જતું. તેણે અમને ઓળખી લીધા હતા. આ અઠવાડિયે એમે તેને પકડી લીધો. તેની ડોકમાંથી પસાર થતું તીર તેના માથાની પાર થઈ ગયું હતું. તીરની અણી સ્ટિલની હતી, જેનાથી એક ફિશિંગ લાઇન જોડાયેલી હતી.
કેરેલએ જણાવ્યું કે, "અમને ખ્યાલ આવ્યો કે બતકના પંખ ખરી રહ્યા હતા. તે નવા પંખ આવે ત્યાં સુધી ઉડી શકવાનો નહોતો. આનો લાભ ઉઠાવતાં સોમવારે અમે તેને પકડી લીધો" તેણે આગળ કહ્યું આ વખતે હું એક લાંબા પૉલ પર લૅન્ડિંગ નેટ સાથે કિનારા પર ઊભો રહ્યો. જ્યારે મારા અન્ય બે મિત્રો હોડીમાં બેસીને તેનું ધ્યાન ભટકાવી રહ્યા હતા.
પોલીસ શોધી રહી છે દોષીને
પકડી લીધા બાદ બતકને સ્થાનિક પશુ ચિકિત્સાલય લઈ જવામાં આવ્યું, જ્યાં તેની એક્સરે થઈ પછી ખૂબ જ સાવચેતીથી તીર કાઢવામાં આવ્યું. સ્વસ્થ થઇ ગયા બાદ બતકને ફરી પાણીમાં છોડી દેવાયું. મેકોન કહે છે કે, "શક્ય છે કે તેની આ સ્થતિ શિકારીઓએ કરી હોય. પણ પુરાવાના અભાવે કંઇ કરી શકાય નહીં. જો કે, પોલીસ અપરાધીઓની શોધમાં છે."
પગ છે જ નહીં અને હાથ પણ અર્ધવિકસિત છે છતાં ૨૪ વર્ષના યુવકની સાહસિકતા દંગ રહી જવાય એવી છે
17th January, 2021 09:07 ISTસ્કિન કૅર પ્રોડક્ટ્સ પર દોષ ઢોળ્યો ભૂતપૂર્વ બ્યુટી ક્વીને
17th January, 2021 08:59 ISTબ્રાઝિલના વૅક્સ મ્યુઝિયમમાં છે વૈશ્વિક નેતાઓનાં મીણનાં સૌથી ખરાબ પૂતળાં
17th January, 2021 08:37 ISTનોર્વેમાં કોરોના રસીની સાઇડ ઇફેક્ટથી 13 લોકોનાં મોતથી ખળભળાટ
16th January, 2021 12:48 IST