ડ્રગ્સ કેસ: પૂછપરછ દરમિયાન ત્રણ વખત રડી પડી દીપિકા પાદુકોણ

Published: 27th September, 2020 13:01 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અહેવાલો મુજબ, NCBના અધિકારીઓએ અભિનેત્રીને ઈમોશનલ કાર્ડ યુઝ ન કરવાની સલાહ આપી હતી

NCBના ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણની સાડા પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી હતી (તસવીર: અતુલ કાંબળે)
NCBના ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણની સાડા પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી હતી (તસવીર: અતુલ કાંબળે)

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસ તરફથી બૉલીવુડમાં ડ્રગ્સની તપાસ તરફ વળેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણની સાડા પાંચ કલાક પૂછપરછ કરી હતી. ત્યારે અભિનેત્રી ત્રણ વાર રડી પડી હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે તે દરમ્યાન NCBના અધિકારીઓએ તેને ઈમોશનલ કાર્ડ પ્લે ન કરવાની સલાહ આપી હતી.

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, દીપિકા પાદુકોણ પૂછપરછ દરમિયાન ત્રણ વાર રડી પડી હતી. અભિનેત્રીની આંખમાં આંસુ જોઈને NCBના અધિકારીઓએ તેમના હાથ જોડી દીધા. સાથે જ તેને કહ્યું કે, ઈમોશનલ કાર્ડ યુઝ કરવાને બદલે બધું સત્ય જણાવી દે એ જ તેના માટે વધુ સારું રહેશે. NCBની પૂછપરછમાં દીપિકા પાદુકકોણે ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી લીધી છે. જોકે,તેણે પોતે ડ્રગ્સ લેવાની વાત નકારી દીધી છે. દીપિકાએ NCBને જણાવ્યું કે, તેનું આખું ગ્રુપ ડૂબ લે છે તે એક ખાસ પ્રકારની સિગરેટ છે. તેમાં ઘણા પ્રકારની વસ્તુઓ ભરવામાં આવે છે.

અહેવાલમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે, NCBએ જ્યારે દીપિકા પાદુકોણને ચેટમાં યુઝ થયેલા શબ્દો વીડ અને હશીશ વિશે પૂછ્યું તો તેણે સ્પષ્ટ જવાબ ન આપ્યો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે ડૂબ લે છે, તેમાં શું ડ્રગ્સ પણ હોય છે તો અભિનેત્રીએ કોઈ જવાબ આપ્યો ન હતો. અભિનેત્રીના ઘણા જવાબથી NCBના અધિકારીઓ સંતુષ્ટ ન થયા.

સૂત્રોના જણાવ્યા મુજબ, શનિવારે દીપિકા NCB ઓફિસ પહોંચી ત્યારબાદ અધિકારીઓએ સૌથી પહેલા તેને આરોપો વિશે જણાવ્યું. ડેટા બેકઅપ લેવા માટે તેના બે મોબાઈલ ફોન લેવામાં આવ્યા. તેને કહેવામાં આવ્યું કે તે આ કેસમાં કોઈ શંકાસ્પદ કે આરોપી સાથે વાત નહીં કરે. ત્યારબાદ એક અન્ડરટેકિંગ પર સાઈન લેવામાં આવી. તેને કહેવામાં આવ્યું કે, પૂછપરછ 3 ફેઝમાં કરવામાં આવશે તેના માટે 3-4 રાઉન્ડ થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી NCBને ત્રણ વર્ષ જૂની વોટ્સએપ ગ્રુપ ચેટ મળી હતી. 28 ઓક્ટોબર 2017ની ચેટમાં દીપિકા પાદુકોણ, તેની મેનેજર કરિશ્મા પ્રકાશ અને સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહા વચ્ચે ડ્રગ્સને લઈને વાતચીત થઇ હતી. ચેટમાં દીપિકાએ 'હૈશ' અને 'વીડ' જેવા શબ્દો યુઝ કરીને કરિશ્માને પૂછ્યું હતું કે માલ છે શું? ત્યારબાદ દીપિકા અને કરિશ્માને સમન્સ મોકલવામાં આવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK