Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઇથી 1000 કરોડનો ડ્રગ્ઝનો જથ્થો ઝડપાયો, પાઇપમાં માલ સંતાડ્યો

નવી મુંબઇથી 1000 કરોડનો ડ્રગ્ઝનો જથ્થો ઝડપાયો, પાઇપમાં માલ સંતાડ્યો

10 August, 2020 08:37 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નવી મુંબઇથી 1000 કરોડનો ડ્રગ્ઝનો જથ્થો ઝડપાયો, પાઇપમાં માલ સંતાડ્યો

આ રીતે પાઇપમાં ભરી દેવાયો હતો નશીલો પદાર્થ

આ રીતે પાઇપમાં ભરી દેવાયો હતો નશીલો પદાર્થ


મહારાષ્ટ્રમાં ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગને સોમવારે મોટી સફળતા મળી છે. બંને વિભાગની ટીમોએ નવી મુંબઈના નવ્હા શેવા બંદર પર સંયુક્ત ઓપરેશનમાં 191 કિલો ડ્રગ્ઝનો માલ જપ્ત કર્યો છે, જેની કિંમત 1000 કરોડ રૂપિયા છે. આ કેસમાં કસ્ટમ એજન્ટ્સ મીનાનાથ બોડકે અને કોંડીભાઇ પંડુરંગ ગુંજલની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ બંને આરોપીઓને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ કેસમાં વધુ ધરપકડ થઈ શકે છે. અફઘાનિસ્તાનના દરિયાઇ માર્ગે આ દવાઓ મુંબઇ લાવવામાં આવી હતી. તસ્કરો પ્લાસ્ટિકની પાઈપ્સમાં હેરોઇન છુપાવી દેતા. આ પ્લાસ્ટિકની પાઇપને એવી રીતે રંગી નખાતી કે એમ લાગે કે વાંસ છે. જ્યારે કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ પકડી ત્યારે તસ્કરો તેને આયુર્વેદિક દવા કહી દીધું પણ જ્યારે જરા દમદાટી આપી પૂછવામાં આવ્યું ત્યારે તેણે સાચું કહ્યું.




તપાસ એજન્સીનો દાવો છે કે તેમણે આ વર્ષે આ અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ પકડ્યું છે. ગયા વર્ષે પંજાબ પોલીસની એસટીએફ દ્વારા અમૃતસરથી 194 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2020 08:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK