નીરવ મોદી પાસેથી વસૂલ કરાશે પૈસા, DRTનો બેન્કોને આદેશ

Published: Jul 06, 2019, 19:42 IST

ડેટ રિકવરી ટ્રાઈબ્યૂનલ (DRT)એ નીરવ મોદીને લઈને આદેશ આપ્યા છે. DRTએ નીરવ મોદી અને તેમની કંપનીઓ પાસેથી PNB અને અન્ય બેન્કોના સમૂહના વ્યાજ સાથે 7,200 કરોડ વસૂલ કરવાનો આદેશ આપ્યો છે.

પંજાબ નેશનલ બેન્ક નીરવ મોદીને લઈને મોટી ખબર સામે આવી છે. ડેટ રિકવરી ટ્રાઈબ્યૂનલ (DRT)એ નીરવ મોદીને લઈને આદેશ આપ્યા છે. DRTએ નીરવ મોદી અને તેમની કંપનીઓ પાસેથી PNB અને અન્ય બેન્કોના સમૂહના વ્યાજ સાથે 7,200 કરોડ વસૂલ કરવાનો આદેશ આપ્યો છે. PNB પહેલી બેન્ક હતી જેણે પાછલા વર્ષે DRTનો સંપર્ક સાધ્યો હતો. પીએનબીએ નીરવ મોદી પાસેથી 7,000 કરોડ રૂપિયાની રિકવરી માટે વાત કરી હતી. અન્ય બેન્કોએ પણ 200 કરોડ રૂપિયા રિકવર કરવા એપ્લિકેશન ફાઈલ કરી હતી.

DRTએ રિકવરી સર્ટિફિકેટસ્ જાહેર કર્યા છે જેના આધારે બેન્કના રિકવરી ઓફિસર નીરવ મોદીની સંપતિ પણ ડિટેન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદની લગભગ બધીજ સંપતિ ED દ્વારા ડિટેન કરવામાં આવી છે. જો કે હવે બેન્ક રિકવરી ઓફિસર કઈ રીતે નીરવ મોદીની સંપતિ પર કબજો મેળવે છે તે મહત્વનું રહેશે. રિકવરી ઓફિસર આ મામલે PMLA કોર્ટનો દરવાજો પણ ખખડાઈ શકે છે.

PNBના એડવોકેટ નીતેશ જૈન દ્વારા DRTમાં 3,402 કરોડ રૂપિયાની વેલ્યૂની મિલકતો ડિટેન કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ સિવાય નીરવ મોદી સાથે સંકળાયેલા લોકો એટલે કે ફેમિલી અને સ્ટેક હોલ્ડર્સની સંપતિને ડિટેન કરવા માટે પણ PNBએ અરજી કરી છે. PNB કૌભાંડ 2017માં સામે આવ્યું હતું. ત્યારબાદ નીરવ મોદી લંડન નાસીપાસ થયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK