ગુજરાત સહિત છ રાજ્યમાં પડી શકે છે દુષ્કાળ

અમદાવાદ | May 20, 2019, 18:21 IST

આવનારું વર્ષ ગુજરાત માટે અઘરૂં સાબિત થઈ શકે છે. ગુજરાત સહિત 6 રાજ્યોમાં કારમા દુષ્કાળની ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાત સહિત છ રાજ્યમાં પડી શકે છે દુષ્કાળ
ગુજરાતમાં દુષ્કાળની આગાહી

હજુ તો વરસાદ આવવાને વાર છે ત્યાં જ પાણીની પારાયણ શરૂ થઈ છે. જે વચ્ચે એક ચિંતા થાય એવા સમાચાર પણ આવ્યા છે. ગુજરાત સહિત છ રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત, કર્ણાટક, આંધ્ર, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુમાં પાણીને લઈને ગંભીર કટોકટીના સંકેત છે.

જેના માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે તેવા રાજ્યોને પાણી બચાવવાની અપીલ કરવામાં આવી છે. દેશના પશ્ચિમી અને દક્ષિણ ભાગોમાં સ્થિતી વધુ ખરાબ થઈ રહી છે. આ પહેલા જ પશ્ચિમી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ધૂળની આંધી, રાજ્યભરમાં વરસાદી વાતાવરણ સર્જાયું

ખાનગી હવામાન સંસ્થાએ આગાહી કરી છે. આ સમાચાર ખેડૂતો માટે પણ ચિંતાજનક છે કારણ કે આપણા દેશમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે. જેના કારણે જો વરસાદ ન આવે તો વર્ષ કપરું સાબિત થઈ શકે છે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK