Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદની AMTS બસનું 481 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

અમદાવાદની AMTS બસનું 481 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

12 January, 2019 02:09 PM IST |

અમદાવાદની AMTS બસનું 481 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

AMTS બસનું 481 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

AMTS બસનું 481 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ


અમદાવાદ વાહન વ્યવ્હારનો મહત્વનો ભાગ ગણાતી AMTS બસનું 481 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા સંચાલિત AMTSની કમિટી મીટિંગમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં રેવન્યુ બજેટ 472 કરોડ અને 9.68 કરોડ કેપિટલ બજેટ એમ કુલ 481 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે આ બજેટ 509.17 કરોડનું હતું. ગયા વર્ષ કરતા આ વર્ષના બજેટમાં 26.19 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ વિશે મ્યુનિ. કમિશ્નરે વાત કરતા જણાવ્યું હતું કે, AMTSની અત્યારે 100 અને 600 ખાનગી કોન્ટ્રાક્ટરોની એમ કુલ 700 બસો અમદાવાદના રસ્તાઓ પર દોડે છે. જો કે રવિવારે અને તહેવારના દિવસે માત્ર 650 બસો જ ઉપલબ્ધ હોય છે, મેટ્રો ટ્રેન ચાલુ થયા પછી સિટી બસોને ફીડર બસોમાં સામેલ કરવામાં આવશે. તેમજ આ નવા બજેટમાં અદ્યતન ટેકનોલોજી પર વધારે ધ્યાન આપવામાં આવશે.



શહેરના મુખ્ય બસ સ્ટોપ ઉપર ફ્રી વાઈ-ફાઈની સુવિધા મુસાફરોને આપવામાં આવશે. તેમજ જુદા જુદા રસ્તા પર બસ સ્ટોપ પર બેઠક વ્યવસ્થાની સાથે સ્માર્ટ પોલ પણ ઉભા કરવામાં આવશે અને સોલાર પેનલનો ઉપયોગ લાઈટો માટે કરવામાં આવશે. જો કે અત્યારે બીઆરટીએસના કોરિડોરમાં 41 રૂટ પર 320 બસો દોડાવવામાં આવે છે. જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2019 02:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK