લોકલની ડૉર-પૅનલને સાંકળ વડે બાંધવામાં આવશે : સેન્ટ્રલ રેલવે

Published: 24th November, 2011 10:17 IST

લોકલ ટ્રેનની ડૉર-પૅનલ ઊડીને ટ્રૅકની સમાંતર દોડતી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર બે યાત્રીઓને ઘાયલ કર્યાના અકસ્માત બાદ સેન્ટ્રલ રેલવેએ તમામ કમ્પાર્ટમેન્ટમાં ડૉર-પૅનલને અંદરથી સાંકળ વડે બાંધવાનો નિર્ણય લીધો છે જેથી બહારના બોલ્ટ ઢીલા થઈ જાય તો પણ એ ઊડીને અન્ય ઠેકાણે જાય નહીં.

 

આ વિચિત્ર અકસ્માત નાહુર તથા મુલુંડ સ્ટેશન વચ્ચે બન્યો હતો. સીએસટી (છત્રપતિ શિવાજી ટમિનસ)-અંબરનાથ લોકલ ટ્રેનની ડૉર-પૅનલ ઊડીને એને સમાંતર પસાર થતી સીએસટી-બૅન્ગલોર ઉદયન એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. એને કારણે એક મહિલા અને બાળકને ઇજા થઈ હતી. મહિલા ચંદ્રાબાઈનો કોણી સુધીનો જમણો હાથ તથા બાળક શારણુના ડાબા હાથનું કાડું કાપવાં પડ્યાં હતાં. રેલવેએ બન્નેની સારવારનો ખર્ચ કરવા ઉપરાંત ૫૦૦૦ રૂપિયાની સહાય કરી છે. સહાયની આ રકમથી બન્ને ઘાયલોના પરિવારજનો નાખુશ છે. જોકે રેલવેએ વધુ સહાયની ખાતરી આપી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK