વેસ્ટર્ન રેલવેનું હેડક્વૉર્ટર મુંબઈથી અમદાવાદ શિફ્ટ કરવામાં આવશે?

Published: 30th November, 2014 05:15 IST

અમદાવાદના BJPના સંસદસભ્ય ડૉ. કિરીટ સોલંકીએ લોકસભામાં વેસ્ટર્ન રેલવેનું હેડક્વૉર્ટર મુંબઈથી ખસેડીને અમદાવાદમાં શિફ્ટ કરવાની રજૂઆત કરતાં નવો વિવાદ સર્જાયો છે અને શિવસેનાએ એની સામે વિરોધ નોંધાવ્યો છે.


લોકસભાના અમદાવાદ પશ્ચિમ મતવિસ્તારના BJPના સંસદસભ્ય કિરીટ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકસભામાં શુક્રવારે શૂન્યકાળ દરમ્યાન વેસ્ટર્ન રેલવેના હેડક્વૉર્ટરને મુંબઈથી ખસેડીને અમદાવાદમાં રાખવાની રજૂઆત મેં કરી હતી. વેસ્ટર્ન રેલવે નેટવર્કમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન છે જેમાં વેસ્ટર્ન રેલવેનું ૬૦ ટકાથી વધુ નેટવર્ક ગુજરાતમાં છે. મુંબઈ છેવાડે પડી જાય છે. જો અમદાવાદમાં વેસ્ટર્ન રેલવેનું વડું મથક રાખવામાં આવે તો એ વેસ્ટર્ન રેલવેના નેટવર્કનાં અન્ય રાજ્યોને પણ નજીક પડે એમ છે. જયપુર, ઇન્દોર કે સુરતવાળાને અમદાવાદ નજીક પડે, કેમ કે અમદાવાદ વચ્ચે આવે છે.’

શિવસેનાનો વિરોધ

શિવસેનાએ તો વેસ્ટર્ન રેલવેના હેડક્વૉર્ટરને મુંબઈથી અમદાવાદ શિફ્ટ કરવાના મુદ્દે વિરોધ પણ કર્યો છે અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને વેસ્ટર્ન રેલવેના હેડક્વૉર્ટરને મુંબઈમાંથી ગુજરાત ખસેડવામાં ન આવે એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK