મોદીએ ખોટાં વચનો આપીને સત્તા મેળવી છે : સોનિયા ગાંધી

Published: 24th November, 2014 05:53 IST

સોનિયા ગાંધી ઝારખંડના ચૂંટણીપ્રચારમાં વડા પ્રધાન પર વરસી પડ્યાં




આજથી લોકસભાનું શિયાળુ અધિવેશન શરૂ થઈ રહ્યું છે, સાથોસાથ જમ્મુ અને કાશ્મીર તેમ જ ઝારખંડમાં પાંચ તબક્કામાં થનારી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે. ઝારખંડના ડાલ્ટનગંજની સભામાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગઈ કાલે BJP અને ખાસ તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વિરુદ્ધ જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ‘મોદીએ સત્તાની લાલચમાં દેશની જનતા સામે જાહેરમાં મોટી-મોટી વાતો અને વચનોની લહાણી કરી, પરંતુ કેન્દ્રમાં BJPએ સરકાર બનાવ્યા બાદ આ વચનો પૂરાં નથી કર્યા. કેન્દ્રમાં સત્તા પર બેઠેલી પાર્ટી હવે રાજ્યોમાં સત્તા કબજે કરવા નફરત ફેલાવવાનું કામ કરી રહી છે. સત્તા માટે BJP ગુનાખોરી અને સાંપ્રદાયિક રમખાણો કરાવવાની હદ સુધી જઈ શકે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK