Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈનું 71ની વયે નિધન

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈનું 71ની વયે નિધન

16 August, 2020 02:10 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈનું 71ની વયે નિધન

ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઇ રોબર્ટ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઇ રોબર્ટ ટ્રમ્પ


અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઇ રૉબર્ટ ટ્રમ્પનું નિધન થયું છે. તેમણે ન્યૂયૉર્કના હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ડોનાલ્ડ ટ્ર્મ્પે પોતે આ માહિતી આપી છે. CNNના રિપોર્ટ પ્રમાણે, રૉબર્ટ ટ્રમ્પને શનિવારે ન્યૂયૉર્કના હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસ દ્વારા મળતી માહિતી પ્રમાણે તે છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા. જો કે, અત્યાર સુધી તેમના મૃત્યુના કારણોને લઈને હૉસ્પિટલ પ્રશાસન તરફથી કોઇ માહિતી આપવામાં આવી નથી.

ભાઇના નિધન પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, "ભારે હૈયે જણાવું છું કે મારા વ્હાલા ભાઈ રૉબર્ટનું આજે રાતે નિધન થઈ ગયું છે. તે ફક્ત મારો ભાઈ જ નહોતો, પણ મારો સૌથી સારો મિત્ર પણ હતો. તેની ખૂબ જ યાદ આવશે, પણ આપણે ફરી મળશું. તેમની યાદ હંમેશાં મારા મનમાં રહેશે. રૉબર્ટ, હું તને પ્રેમ કરું છું. ઇશ્વર તારી આત્માને શાંતિ અર્પે."



કહેવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ભાઈના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. જો કે, તેમણે આગળના પ્લાન વિશે કોઇ જ માહિતી આપી નથી. ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પે થોડોક સમય પહેલાં જ ટ્વીટ કર્યું છે, "અંકલ રૉબર્ટ, અમે તમને પ્રેમ કરીએ છીએ. તમે હંમેશાં અમારા મનમાં અને પ્રાર્થનાઓમાં રહેશો."



અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ભાઈના નિધનથી ખૂબ જ દુઃખી છે. જે લોકોએ શનિવારે તેમની સાથે વાત કરી, તેમણે આ બાબતની નોંધ લીધી છે. આ પહેલા શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે એકાએક ન્યૂયૉર્ક જવાનો નિર્ણય લીધો. તેઓ વીકેન્ડ માટે ન્યૂ જર્સી જવાના હતા. હકીકતે, ટ્રમ્પને કહેવામાં આવ્યું હતું કે રૉબર્ટ ટ્રમ્પને ન્યૂયૉર્કના મેનહેટન સ્થિત ન્યૂયૉર્ક - પ્રેસબાઇટેરિયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રૉબર્ટ ટ્રમ્પની બીમારી વિશે અત્યાર સુધી હૉસ્પિટલ તરફથી કોઇ જ માહિતી આપવામાં આવી નથી.

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2020 02:10 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK