Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રમ્પનો રિઝલ્ટ બદલવાના દબાણનો ઑડિયો વાયરલ, અમેરિકન રાજકારણ ગરમાયું

ટ્રમ્પનો રિઝલ્ટ બદલવાના દબાણનો ઑડિયો વાયરલ, અમેરિકન રાજકારણ ગરમાયું

04 January, 2021 01:42 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ટ્રમ્પનો રિઝલ્ટ બદલવાના દબાણનો ઑડિયો વાયરલ, અમેરિકન રાજકારણ ગરમાયું

તસવીર સૌજન્ય જાગરણ

તસવીર સૌજન્ય જાગરણ


અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં વોટની ગણતરી દરમિયાન હાર તરફ વળતા જોઇ જૉર્જિયાના શીર્ષ ચૂંટણી અધિકારીને ફોન કરીને ચૂંટણીના પરિણામ 'બદલવા' માટે ફોન કરીને દબાણ લાદ્યુ હતું. ટ્રમ્પે ચૂંટણી અધિકારીને કહ્યું તે દક્ષિણી રાજ્યમાં તેમની હારને જીતમાં બદલવા માટે પર્યાપ્ત મતની 'શોધ' કરે. અમેરિકન મીડિયામાં આ ફોન કૉલનો ઑડિયો વાયરલ થયા પછી રાજકારણ ગરમાયું છે અને આની તુલના વૉટરગેટ કાંડ સાથે થઈ રહી છે.

હકીકતે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં હારી ગયા પછી સતત એ દાવો કરે છે કે જો બાઇડન સામે તેમની પરાજય મોટા પાયે વોટની ગરબડીને કારણે થઈ છે. ટ્રમ્પના આ દાવાને રાજ્યો અને સંઘીટ ચૂંટણી અધિકારી તથા કેટલીય કૉર્ટે રદિયો આપી દીધો છે. ટ્રમ્પે જૉર્જિયાના સેક્રેટરી ઑફ સ્ટેટ અને રિપબ્લિકન નેતા બ્રૉડ રફેનસ્પેર્ગરને આ ફોન કૉલ એવા સમયે કર્યો હતો જ્યારે અમેરિકન કૉંગ્રેસમાં તેમના કેટલાક સહયોગીઓએ બાઇડનની જીતનું ઔપચારિક પ્રમાણપત્ર આપવાનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો.



'હું ફક્ત 11,780 મત શોધવા માગું છું'
અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઇડનને 306 અને ટ્રમ્પને 232 વોટ મળ્યા હતા. એટલું જ નહીં બાઈડનને ટ્રમ્પની તુલનામાં 70 લાખ વધારે પૉપ્યુલર મત મળ્યા હતા. અમેરિકન મીડિયામાં આવેલા ઑડિયોમાં ટ્રમ્પ વારંવાર રફેનસ્પેર્ગર પર આ વાત માટે દબાણ લાદી રહ્યા છે કે તે બાઇડનને બદલે તેમને વિજેતા જાહેર કરે. ટ્રમ્પે કહ્યું, "હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે તમે આ કરો. હું ફક્ત 11870 મત શોધવા માગું છું, જે આપણી પાસે છે, તેનાથી વધારે છે."


ટ્રમ્પે કહ્યું, "તમે જાણો છો કે આ કહેવામાં કંઇ જ ખોટું નથી કે તમે મતની ફરીથી ગણતરી કરી છે." જૉર્જિયામાં ત્રણ વાર બેલેટની ગણતરી કરવામાં આવી હતી જેના પરિણામ સ્વરૂપે બાઈડનના જીતના બે વાર પરિણામ આવ્યા. અંતિમ પરિણામમાં જો બાઇડન 11,779થી વધારે મત મળવાથી જીતી ગયા હતા. જૉર્જિયામાં કુલ લગભગ 50 લાખ મત મળ્યા હતા. રિપબ્લિકન નેતા બ્રાડ રફેનસ્પેર્ગરે ટ્રમ્પના દાવાને રદ કરી દીધું હતું અને તેમણે કહ્યું હતું કે તમે સોશિયલ મીડિયા પર વાયરલ ખોટી વાતો પર વિશ્વાસ કરી રહ્યા છે.

અમેરિકન રાજકારણ એકવાર ફરી ગરમાયું
આ ટેપ સામે આવ્યા પછી અમેરિકન રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ટ્રમ્પ અને બ્રાડ રફેનસ્પેર્ગરની ઑફિસે આ ટેપ પર કોઇપણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. આ દરમિયાન બાઇડન કેમ્પે ટ્રમ્પના ફોન કૉલને અમેરિકન લોકતંત્ર પર પ્રહાર જણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ ફોનકૉલને અપરાધિક કાર્યવાહી કહેવામાં આવે છે. અમેરિકાના વૉટર કાન્ડનો ખુલાસો કરનારામાં સામેલ પત્રકાર કાર્લ બેરન્સ્ટેને આને અમેરિકન રાજકારણમાં તોફાન લાવનાર વૉટરગેટ કાંડથી પણ ખરાબ જણાવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2021 01:42 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK