Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ ભારત વિઝિટના પોતાના પર બનેલા મિમ્સનો આપ્યો જવાબ

ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ ભારત વિઝિટના પોતાના પર બનેલા મિમ્સનો આપ્યો જવાબ

05 March, 2020 02:51 PM IST | Mumbai Desk

ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ ભારત વિઝિટના પોતાના પર બનેલા મિમ્સનો આપ્યો જવાબ

ઇવાન્કા ટ્રમ્પે શૅર કરી પોતાના મિમ્સવાળી તસવીરો

ઇવાન્કા ટ્રમ્પે શૅર કરી પોતાના મિમ્સવાળી તસવીરો


અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અને તેની દીકરી ઇવાન્કા ટ્રમ્પ તાજેતરમાં જ ઇન્ડિયા વિઝિટ માટે આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી ઇવાન્કા ટ્રમ્પની તાજ વિઝિટ ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર ઇવાન્કા ટ્રમ્પની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઇવાન્કાની તસવીર સાથે કેટલાય લોકોએ એડિટિંગ કરીને તેને જુદી જ રીતે સોશિયલ મીડિયા પર શૅર કરી છે.




ઇવાન્કા ટ્રમ્પ ક્યાંક જાણીતાં સિંગર દિલજીત દોસાંઝ સાથેની તસવીરમાં સાથે દેખાય છે. તો ક્યાંક બોલીવુડ અભિનેતા મનોજ વાજપેયી ઇવાંકા સાથે દેખાઇ રહ્યા છે. એટલું જ નહીં, ઇવાંકા ટ્રમ્પ કેટલીક તસવીરોમાં સાઇકલ પર બેઠેલી દેખાય છે. ઇવાંકાની આ બધી જ ફોટોશૉપ થયેલી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફોટોશૉપ થયેલી આ બધી તસવીરોને હવે ઇવાંકા ટ્રમ્પે પોતે પણ પોતાના ટ્વિટર પર શૅર કરી છે.


પોતાની આ ફોટોશૉપ થયેલી તસવીરોને સોશિયલ મીડિયા પર શૅર કરી ઇવાન્કાએ કહ્યું, "હું ભારતીયો પાસેથી મળતાં પ્રેમ અને સૌહાર્દની આભારી છું. મેં ઘણાં નવા મિત્રો બનાવ્યા છે." તો ઇવાંકાએ દિલજીત દોસાંઝ, મનોજ વાજપેયી અને સાઇકલવાળી તસવીરો શૅર કરતાં તેણે લખ્યું કે, "દિલજીત, મને તાજમહેલ પર લઈ જવા માટે આભાર. આ ખરેખર એવો અનુભવ હતો. જેને હું ક્યારેય નહીં ભૂલીશ."

આ પણ વાંચો : વિઝિટ ટ્રમ્પની પણ છવાઇ ઇવાંકા, લોકપ્રિય બની તેની સાદગી, જુઓ તસવીરો

ઉલ્લેખનીય છે કે ભારતમાં વિઝિટ દરમિયાન ઇવાંકા ઘણી જગ્યાઓ પર ગઈ. તેની સાથે જ તેણે ભારતના કલ્ચરને પણ ખૂબ જ નજીકથી જોયું અને ઍન્જૉય કર્યું. આની સાથે જ પીએમ મોદીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પની મેહમાનગતિમાં કોઇ કસર બાકી રાખી ન હતી. ઇવાંકાએ વર્ષ 2017માં હૈદરાબાદમાં વૈશ્વિક ઉદ્યમિતા શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે પહેલી વાર ઇન્ડિયા વિઝિટ કરી હતી. તે પીએમ નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2020 02:51 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK