Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વિયેતનામના હનોઈમાં થશે ટ્રંપ અને કિમ જોંગ ઉનની બીજી મુલાકાત

વિયેતનામના હનોઈમાં થશે ટ્રંપ અને કિમ જોંગ ઉનની બીજી મુલાકાત

09 February, 2019 03:12 PM IST |

વિયેતનામના હનોઈમાં થશે ટ્રંપ અને કિમ જોંગ ઉનની બીજી મુલાકાત

ટ્રંપ અને કિમ જોંગ ઉન વચ્ચે થશે બીજી મુલાકાત

ટ્રંપ અને કિમ જોંગ ઉન વચ્ચે થશે બીજી મુલાકાત


હવે એ રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપની ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથેની મુલાકાત ક્યારે અને ક્યાં થશે. ટ્રંપે જાહેરાત કરી છે કે કિમ જોંગ સાથે તેમની બીજી શિખર બેઠક 27 અને 28 ફેબ્રુઆરીએ વિયેતનામના હનોઈમાં થશે. ટ્રંપે પોતાના ટ્વીટમાં કહ્યું કે, 'હું શાંતિની પ્રક્રિયા આગળ વધારવા માટે કિમ જોંગને મળવા માટે તત્પર છું'.તેમણે વધુમાં કહ્યું કે, કિમ જોંગના નેતૃત્વમાં ઉત્તર કોરિયા એક આર્થિક મહાશક્તિ બનશે. ટ્રંપે કહ્યું કે મારું આ નિવેદન કેટલાક લોકોને આશ્ચર્યમાં નાખી શકે છે, પરંતુ હું કિમ જોંગને સારી રીતે જાણું છું, તેઓ આ માટે પુરી રીતે સક્ષમ છે. ટ્રંપે કહ્યું કે ઉત્તર કોરિયા આર્થિક મહાશક્તિનું એક અલગ રીતનું રૉકેટ બની જશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને નેતાઓની મુલાકાત માટે વિયેતનામના બે શહેર હનોઈ અને દા નાંગની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ અંતે હનોઈની પસંદગી કરવામાં આવી. CNNના પ્રમાણે શરૂઆતમાં શિખર વાર્તના સ્થળને લઈને અમેરિકા અને વિયેતનામ વચ્ચે કેટલાક મતભેદો સામે આવ્યા. આ શિખર વાર્તા માટે ઉત્તર કોરિયા હનોઈના પક્ષમાં હતું જ્યારે અમેરિકા દા નાંગના. જો કે બાદમાં હનોઈની પસંદગી કરવામાં આવી.

આ પણ વાંચોઃ US: ગ્રીન કાર્ડ અંગે બિલ રજૂ, ભારતીય નાગરિકોને થઇ શકે ફાયદો



સંયુક્ત રાષ્ટ્રએ પોતાની એક ગુપ્ત અહેવાલમાં સંદેશ જાહેર કર્યો છે કે ઉત્તર કોરિયા પોતાના મિસાઈલ કાર્યક્રમને બંધ કરી દેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ ચાલુ રાખવાના સંકલ્પ બાદ જ બીજા શિખર સંમેલન માટે સ્થાનની ઘોષણા કરી છે. ગયા અઠવાડિયે ગુપ્તચર અધિકારીઓએ ચેતવણી આપી હતી કે ઉત્તર કોરિયા પોતાના પરમાણુ હથિયારો અને ઉત્પાદન ક્ષમતાને કોઈને આપી દેવાના પક્ષમાં નથી. આ તમામની વચ્ચે પણ ટ્રંપે આશા છોડી નથી.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2019 03:12 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK