સમુદ્રની અંદરનો કચરો કિનારે લાવે છે ડૉલ્ફિન, મોઢામાં ભરીને લાવે છે બોટલ અને લાકડીના ટુકડા

Published: May 23, 2020, 10:07 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

આ તસવીરમાં તમે સ્પષ્ટ જોઇ શકો છો કે કેવી રીતે ડૉલ્ફિન પોતાના મોઢામાં સમુદ્રી કચરો જેમ કે બોટલ, કોરલ, સમુદ્રના સુંદર પત્થરો, લાકડીના ટુકડા અને લાકડી પકડીને સમુદ્ર કિનારે લાવે છે.

ડૉલ્ફિન
ડૉલ્ફિન

ડૉલ્ફિન (Dolphins)ની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં સમુદ્રની અંદરથી કચરો મોઢામાં લઈને કિનારા સુધી લઈ આવે છે. પણ આ તસવીરમાં ખાસ વાત એ છે કે જે રીતે ડૉલ્ફિન આ સમુદ્રી કચરાને કિનારા સુધી લઈ આવે છે તે જોઇને લાગે છે કે તે ગિફ્ટ લઈને ખાસ અંદાજમાં પોતાના ગેસ્ટની રાહ જોઈ રહી છે. ડૉલ્ફિનની આ સુંદર તસવીર બાર્નકલ્સ કૅફેએ પોતાના ફેસબુક પેજ પરથી શૅર કર્યો છે. આ તસવીરમાં તમે સ્પષ્ટ જોઇ શકો છો કે કેવી રીતે ડૉલ્ફિન પોતાના મોઢામાં સમુદ્રી કચરો જેમ કે બોટલ, કોરલ, સમુદ્રના સુંદર પત્થરો, લાકડીના ટુકડા અને લાકડી પકડીને સમુદ્ર કિનારે લાવે છે.

બાર્નકલ્સ કૅફે અને ડૉલ્ફિન ફિડિંગ કૅફેમાં કામ કરતાં લોકો સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે કહ્યું, હમબૅક ડૉલ્ફિન સામાન્ય રીતે લોકો સાથે જલ્દી ભળી જાય છે. દરેક જગ્યાએ લૉકડાઉન છે એવામાં લોકો આ કૅફેમાં આવતાં નથી પણ ડૉલ્ફિન પોતાની ગિફ્ટ સાથે લોકોની રાહ જુએ છે.

આ કૅફેમાં ડૉલ્ફિનનું ધ્યાન રાખનારા 29 વર્ષના સિન મેકફર્સને એક ન્યૂઝ એજન્સી સાથેમી ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ડૉલ્ફિન પોતાના મોંમાં સમુદ્રના કોરલ અને સી સેલ્સ કિનારા સુધી લાવે છે અને અમે તેના બદલે ખાવા માટે માછલી આપીએ છીએ.

ડૉલ્ફિનને આમ કરતા જોઇ લોકોને લાગશે કે જાણે અમે તેને ટ્રેનિંગ આફી હોય પણ જણાવીએ કે ડૉલ્ફિનને એવી કોઇ ટ્રેનિંગ આપવામાં આવી નથી. મેકફર્સન પ્રમાણે ડૉલ્ફિન એટલી સમજદાર હોય છે તે પોતાની સાથે એકસાથે 10 વસ્તુઓ પણ પોતાના મોંમા લઈને આવી શકે છે જેથી લોકો તેને જુએ અને ખુશ થઈ જાય કે તે તેમની માટે સારી ગિફ્ટ લઈને આવી રહી છે. સાથે જ તે વિશ્વાસ અપાવે છે કે તેની પાસે બીજી પણ ગિફ્ટ છે.

ડૉલ્ફિનની આ વાયરલ તસવીરો જોઇને એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે લૉકડાઉનમાં તે લોકોને ખૂબ જ મિસ કરે છે. એક ફેસબુક પોસ્ટમાં બાર્નારલ્સ કૅફે અને ડૉલ્ફિન ફીડિંગે લખ્યું, જુઓ ડૉલ્ફિન કેવી રીતે ગિફ્ટ લઈને આવી છે.

આ તસવીરને સોશિયલ મીડિયા પર લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. અત્યાર સુધી આ તસવીરને 1600થી વધુ લાઇક્સ અને અને 200થી વધુ કોમેન્ટસ તેમજ 700 પ્લસ શૅર થઈ ચૂકી છે. આ તસવીર જોઇને એક યૂઝરે કોમેન્ટ કરી છે કે વાહ શું વાત છે. તો એક યૂઝરે કોમેન્ટ કરી છે કે આ તસવીર જોઇને હું ભાવુક થઈ ગયો. નોંધનીય છે કે ડૉલ્ફિન ખૂબ જ સોશિયલ અને સમજદાર હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK