શું પાકિસ્તાનનાં કબૂતરોને પણ ભારતીય નાગરિક બનવું છે?

Published: Dec 15, 2019, 12:52 IST | Mumbai Desk

સરહદ વટાવીને આવતાં આ કબૂતર પાછાં જવાનું નામ નથી લેતાં

નાગરિકતા સુધારા બિલના મુદ્દે હાલમાં દેશઆખામાં કાગારોળ મચી છે ત્યારે પ્રેમનાં પ્રતીક એવાં પાકિસ્તાનનાં કબૂતરોને તો ભારતની ભૂમિ જ ગમતી હોય એવું લાગી રહ્યું છે. પાકિસ્તાનની સરહદ વટાવીને ભારતીય સરહદમાં આવેલાં આ કબૂતરોને પાછું પોતાના દેશમાં જવાનું નથી ગમતું. તેજ ગતિથી ચાલતી હવા સાથે ભારતની સીમામાં પ્રવેશતાં આ કબૂતરો જ્યારે પાછાં પાકિસ્તાન નથી જતાં એટલે કબૂતરોના માલિકોને ચિંતા સતાવે છે. કબૂતરબાજી કરતા અનેક લોકોને આને કારણે નુકસાની વેઠવી પડે છે. પાકિસ્તાનના અખબાર ‘એક્સપ્રેસ ન્યુઝ’ના એક અહેવાલ અનુસાર ભારતીય સરહદ નજીક વાઘા, ભાનુચક, નરોડ, લવાનવાલા અને અન્ય અનેક ઠેકાણે એવા લોકો છે જેઓ કબૂતરને પાળવાની સાથે કબૂતરબાજીનો પણ શોખ રાખે છે. અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે રેહાન નામના એક કબૂતરબાજે કહ્યું હતું કે મારી પાસે સેંકડો કબૂતરો છે જેમાંથી અનેક કબૂતરોની કિંમત એક લાખ રૂપિયા જેટલી છે. આ કબૂતરોને હું મારા દીકરાની જેમ રાખું છું. આ કબૂતરો ઘણી વાર મારી સામે જ સરહદ પાર કરીને ચાલ્યાં જાય છે.

એવું કહેવાય છે કે પોતાનો શોખ પૂરો કરવા લોકો કીમતી કબૂતરો પણ પાળતા હોય છે. કહેવાય છે કે અમુક કબૂતરની કિંમત તો એક લાખ રૂપિયાથી પણ વધુ છે. અનેક વાર એવું બનતું હોય છે કે માલિકો પોતાની ટેરેસ પરથી ઘણી વાર આ કબૂતરોને ઉડાડતા હોય ત્યારે આ કબૂતરો ફરી પાછાં આવતાં નથી. આ કબૂતરો ભારતની સરહદમાં ઘૂસ્યા પછી પાછાં જવાનું નામ નથી લેતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK