મોદી સરકાર પીઓકેમાં મોટું કરવાની ફિરાકમાં?

Published: May 08, 2020, 13:02 IST | Agencies | Mumbai Desk

ગિલગિટ-બાલ્ટિસ્તાન ઉમેર્યા આઇએમડીએ પોતાના ફૉરકાસ્ટમાં

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

ભારત અને પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાન લઈને સામસામે આવી ગયા છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવાના આદેશ કર્યા છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના જમ્મુ-કાશ્મીર સબ-ડિવિઝને હવે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદ કહેવાનું શરૂ કરી દીધું છે.

વર્તમાનમાં ગિલગિટ-બાલ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદ એમ બન્ને વિસ્તારો પર પાકિસ્તાને ગેરકાયદે કબજો જમાવી રાખ્યો છે, પરંતુ હવે મોદી સરકાર ભારતના આ પ્રદેશો પાકિસ્તાનના કબજામાંથી પાછા લેવા સક્રિય બની છે. હવામાન વિભાગે નૉર્થવેસ્ટ ઇન્ડિયા માટે જે અનુમાન જાહેર કર્યા એમાં ગિલગિટ-બાલ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદનો સમાવેશ કર્યો છે.

આઇએમડી તરફથી જાહેર કરવામાં આવેલા હવામાન બુલેટિનમાં ગિલગિટ-બા‌લ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદને સ્થાન આપવું એ મહત્ત્વનું પગલું છે. આઇએમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે આઇએમડી સમગ્ર જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ માટે વેધર બુલેટિન બહાર પાડે છે. અમે બુલેટિનમાં ગિલગિટ-બાલ્તિસ્તાન, મુઝફ્ફરાબાદનો ઉલ્લેખ કરી રહ્યા છે, કારણ કે એ ભારતનો હિસ્સો છે. આ મહિનાની શરૂઆતમાં જ ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાનનો આ વિસ્તારો પર કોઈ હક નથી. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાન સરકારને ગિલગિટ-બાલ્તિસ્તાનમાં ચૂંટણી કરાવવાના આદેશ આપ્યા હતા જેનો ભારત સરકારે આકરો વિરોધ નોંધાવ્યો હતો અને તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનને આ વિસ્તારમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ હક નથી.

વિદેશ મંત્રાલયે પાકિસ્તાના વરિષ્ઠ રાજનયિકને આપત્તિ પત્ર પણ આપ્યો હતો. નિવેદન મુજબ તથાકથિત ગિલગિટ અને બાલ્તિસ્તાન પર પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના આદેશ પર પાકિસ્તાન સમક્ષ આકરો વિરોધ વ્યક્ત કરાવ્યો છે. નિવેદનમાં કહેવાયું છે કે સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ સમગ્ર જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ જેમાં ગિલગિટ અને બાલ્તિસ્તાન પણ સામેલ છે, એ સંપૂર્ણ રીતે કાનૂની અને અપરિવર્તનીય વિલય હેઠળ ભારતનું અભિન્ન અંગ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની સરકાર કે તેની ન્યાયપાલિકાને એ વિસ્તારોમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ હક નથી જે તેણે ગેરકાયદે તથા જબરદસ્તીથી કબજો જમાવેલો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK