Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલાડમાં બીજેપીના ઉમેદવારને ચૂંટણીપ્રચાર દરમ્યાન આવ્યાં ચક્કર

મલાડમાં બીજેપીના ઉમેદવારને ચૂંટણીપ્રચાર દરમ્યાન આવ્યાં ચક્કર

08 October, 2019 03:28 PM IST | મુંબઈ ડેસ્ક

મલાડમાં બીજેપીના ઉમેદવારને ચૂંટણીપ્રચાર દરમ્યાન આવ્યાં ચક્કર

મલાડમાં પ્રચાર દરમ્યાન બીજેપી ઉમેદવારને ચક્કર આવી જતાં તેઓ જમીન પર લથડી પડ્યા હતા.

મલાડમાં પ્રચાર દરમ્યાન બીજેપી ઉમેદવારને ચક્કર આવી જતાં તેઓ જમીન પર લથડી પડ્યા હતા.


મુંબઈ: (મિડ-ડે પ્રતિનિધિ) વિધાનસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી ઉમેદવારો તેમના કાર્યકરો સાથે જોરશોરમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. ગઈ કાલે મલાડમાં પ્રચાર કરતી વખતે બીજેપીના ઉમેદવાર રમેશ સિંહ ઠાકુરની હાલત ખરાબ થતાં તેઓ ઘટનાસ્થળે જ ચક્કર ખાઈને પડી ગયા હતા. કૉન્ગ્રેસના કાંદિવલીથી વિધાનસભ્ય રહેલા અને હાલમાં બીજેપીમાં જોડાઈને બીજેપી દ્વારા મલાડ વિધાનસભા ક્ષેત્રથી ઉમેદવારી પ્રાપ્ત કરીને રમેશ સિંહ ઠાકુર માલવણીના અમ્બુજવાડીમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.

આ વિશે વાત કરતાં રમેશ ઠાકુરે કહ્યું હતું કે ‘તેમણે નવરાત્રિના નવ દિવસ ઉપવાસ રાખ્યા છે અને પાણી પણ પીધું નહોતું તેમ જ તડકો પણ ગઈ કાલે ખૂબ જ હોવાથી મને ચક્કર આવી ગયા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2019 03:28 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK