Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિવાળી, લતા, #BharatkiLaxmi જાણો મન કી બાતમાં મોદીએ શું કહ્યું

દિવાળી, લતા, #BharatkiLaxmi જાણો મન કી બાતમાં મોદીએ શું કહ્યું

29 September, 2019 12:25 PM IST | New Delhi

દિવાળી, લતા, #BharatkiLaxmi જાણો મન કી બાતમાં મોદીએ શું કહ્યું

મન કી બાત

મન કી બાત


New Delhi : નરેન્દ્ર મોદી ભારતના સતત બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પોતે ચોથીવાર મન કી બાત કાર્યક્રમ કર્યો. જેમાં તેણે લતા મંગેશકરના 90માં જન્મદિવસની શુભેચ્છા આપી હતી. તો દીકરીને ઘરની શાન ગણાવી અને સેલ્ફી વીધ ડોટર નો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં દીકરીની સિદ્ધી પર #BharatkiLaxmi અભિયાનમાં જોડાવાનું કહ્યું. તો પ્લાસ્ટીકથી મુક્ત કરવાની લોકોને અપીલ કરી હતી. મોદીએ મનકી બાતની શરૂઆતમાં જ દેશની જનતાને આવનારા નવરાત્રી અને દિવાળી તહેવારો માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.


લતાને જન્મદિસની વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં લતા મંગેશકરને 90માં જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. તેમણે ફોન પર થયેલી વાતચીત પણ લોકોને સંભળાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, સાથિઓ આજે મનકી બાતમાં હું દેશની મહાન હસ્તી સાથે ચર્ચા કરીશ. આપણે તેમનું દિલથી સન્માન કરીએ છીએ. ભાગ્યે જ દેશનો કોઈ એવો વ્યક્તિ હશે જે તેમને ઓળખતો નહીં હોય. આપણે સૌ તેમને દીદી કહીએ છીએ. તે 28 સપ્ટેમ્બરે 90 વર્ષના થયા છે.

મોદીએ દીકરીને ઘરની શાન ગણાવી
પીએમ મોદીએ કહ્યું કે, દીકરીઓ ઘરની શાન છે, દરેક ઘરની લક્ષ્મી છે. આ દિવાળીના તહેવાર પર તેમની સિદ્ધીઓને સોશયલ મીડિયા પર શેર કરવા કહ્યું.

પીએમ મોદીએ ગુટકા અને વ્યસનથી દૂર રહેવાનું સૂચન કર્યું
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં ગુટકાનો ઉલ્લેખ કરી લોકોને નશાથી દૂર રહેવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, ગુટકા જીવલેણ બિમારીઓને નોતરે છે. ગુટકાથી મગજના વિકાસ પર અસર પડે છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેનાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે, તાજેતરમાં જ ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવાયો છે કારણ કે તેમાં પણ નુકસાનકારક કેમિકલ હોય છે અને લોકો આ વાતથી અજાણ છે.

આ પણ જુઓ : Happy Birthday Lataji: યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...

પીએમ મોદી આજે મન કી બાતમાં ત્રણ વર્ષ પહેલા થયેલી સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી શકે છે. ભારતીય સેનાએ ઉરીમાં 18 સપ્ટેમ્બરે આતંકી હુમલાનો બદલો લેવા માટે પીઓકેમાં ઘુસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. ઉરી હુમલામાં 18 જવાનો શહીદ થઈ ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 12:25 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK