છૂટાં પડેલાં પતિ-પત્ની અને બાળક

Published: Oct 28, 2014, 05:13 IST

પત્ની વધુ કમાતી હોવા છતાં પતિએ બાળકને છત પૂરી પાડવામાં મદદ કરવી જોઈએ : હાઈ કોર્ટબૉમ્બે હાઈ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું હતુ કે વિખૂટા પડેલા દંપતીમાં જો પત્ની કમાતી હોવા છતાં પતિએ તેમના બાળક માટે ભરણપોષણ આપવું  જરૂરી છે. ન્યાયમૂર્તિ એમ. એસ. સોનકે ફૅમિલી કોર્ટના ચુકાદાને બહાલ રાખતાં આદેશ આપ્યો હતો કે પુણેના રહેવાસી પ્રકાશ મહેતાએ મન્થ્લી ૮૦૦૦ રૂપિયા ઘરના ભાડાપેટે તેની વિખૂટી પડેલી પત્ની સીમાને આપવા. સીમા એક ઇન્મ્રેશન ટેક્નૉલૉજી એન્જિનિયર છે અને મન્થ્લી ૬૦,૦૦૦ રૂપિયા કમાય છે, જ્યારે પ્રકાશ મહેતા મન્થ્લી ૩૫,૦૦૦ રૂપિયા કમાય છે. ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં જેમાં પત્ની કમાતી હોય એમાં પતિને બાળક તરફની ફરજમાંથી મુક્ત રાખી શકાય નહીં.

કોર્ટે નોંધ લીધી હતી કે સીમા બાળકના ભરણપોષણ, શિક્ષણ અને મેડિકલ જરૂરિયાતોનું વહન કરે છે જ્યારે બાળકના પિતા આમાં કાંઈ નથી આપતા. ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે એ બાબતમાં કોઈ શંકા નથી કે સગીર બાળકને માથે છત પૂરી પાડવી માતા અને પિતા બન્નેની ફરજ છે.

સીમાએ પોતાના અને બાળક માટે ભરણપોષણની માગણી માટે કોર્ટમાં અરજી કરી હતી જેમાં સીમાએ વચગાળાની રાહત માટે અપીલ કરી પ્રકાશ મહેતા પર તેમના લીવ ઍન્ડ લાઇસન્સના ફ્લૅટની લીઝ પૂરી થઈ જવા દેવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે એથી તેણે ૯૦૦૦ રૂપિયા ખર્ચીને નવો ફ્લૅટ શોધવો પડ્યો હતો.

પ્રકાશ મહેતાએ દાવો કયોર્ હતો કે સીમા તેના ભાઈના ઘરે રહે છે અને ભાડું ભરતી નથી. આ સાથે અસહમતી દર્શાવતાં કોર્ટે જણાવ્યું હતું કે સીમાને રાખવાની જવાબદારી તેના ભાઈની નથી અને પ્રકાશ મહેતાને ઘરના ભાડાપેટે ૮૦૦૦ રૂપિયા સીમાને આપવાનો આદેશ આપ્યો હતો.

બાળકની મુલાકાત વખતે તેને જન્ક ફૂડ ખવડાવવાની પપ્પાને ના પાડી કોર્ટે

એક વિખૂટા પડી ગયેલા દંપતીના કેસમાં બાળકને ખુશ રાખવા તેને જન્ક-ફૂડ ન ખવડાવવાનો આદેશ ફૅમિલી કોર્ટે બાળકના પપ્પાને આપ્યો હતો. ફૅમિલી કોર્ટે બાળકના પપ્પાને જણાવ્યું હતું કે ચિપ્સ ખવડાવ્યા કે કોલા પીવડાવ્યા વગર પણ તમે બાળકને ખુશ રાખી શકો છો.

આ પપ્પાને તેના પાંચ વર્ષના દીકરા સાથે સમય વિતાવવા કોર્ટે મંજૂરી આપી છે. જોકે આ સાથે પપ્પા પર કેટલીક શરતો લાદ્યા છતાં બાળકને તેના પપ્પા સાથે રાતવાસો ન કરવા દેવાની બાળકની મમ્મીની માગણીને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે નાંધ કરી હતી કે બાળકનો ઉછેર તેનાં મમ્મી અને પપ્પા બન્નેએ કરવો જોઈએ. આ કેસમાં કોર્ટે જણાવ્યું હતું કે બાળક નિયમિત રીતે સ્કૂલ જાય છે એ પુરવાર કરે છે કે પપ્પાને મળવાથી બાળકને કોઈ નુકસાન પહોંચતું નથી.

આ બાળકનાં મમ્મી-પપ્પા બાળક દોઢ મહિનાનો હતો ત્યારથી જુદાં રહે છે. બાળકનો કબજો તેની મમ્મી પાસે છે, પરંતુ તેના પપ્પાને બાળકને મળવા જવાની છૂટ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK