કોરોના ઈફેક્ટઃ Walt Disney 11 હજાર કર્મચારીઓને કરશે છૂટા

Published: 31st October, 2020 19:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આ નિર્ણયથી ફ્લોરિડા સ્થિત રિસોર્ટમાં મહામારીને લીધે નોકરી ગુમાવનારા કુલ કર્મચારીઓની સંખ્યા 18,000 થશે

તસવીર સૌજન્યઃ વોલ્ટ ડીઝની વર્લ્ડનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ વોલ્ટ ડીઝની વર્લ્ડનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

કોરોના મહામારીને લીધે દરેક દેશનું અર્થંતંત્ર ખોરવાયુ છે. લાખો લોકોએ કોરોનાકાળમાં પોતાની નોકરી ગુમાવી છે. હજી પણ પરિસ્થિતિ સામાન્ય થતી દેખાતી નથી.

એવામાં આર્થિક પડકાર ઉભા થતા Walt Disney Worldએ તેના 11,000 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લઇ લીધો છે. આ નિર્ણયથી ફ્લોરિડા સ્થિત રિસોર્ટમાં મહામારીને લીધે નોકરી ગુમાવનારા કુલ કર્મચારીઓની સંખ્યા 18,000 થશે.

આ પહેલા Walt Disney World  એ ફ્લોરિડામાં સંગઠન બહારના 6400 કર્મચારીઓને પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવશે. મહામારીના આ વર્ષમાં Walt Disney Worldમાં કામ કરનારા 720 કલાકારો અને ગાયકને નોકરીમાંથી બરતરફ કરાયા હતા, આ કલાકારોનું પ્રતિનિધિત્વ કરનાર મજૂર સંધના મુજબ નોકરીમાંથી છૂટા કરવાનું કારણ કંપનીના ફ્લોરિડા રિસોર્ટમાં અનેક લાઇવ કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા હતા. 

Walt Disney Worldએ ગત મહિને જ ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં 28,000 નોકરીઓને ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે તાજેતરનો નિર્ણય પણ તેનો એક ભાગ છે.

બીજી તરફ વિશ્વભરના દેશોમાં ફેલાઇ ચૂકેલી કોરોના મહામારી હવે રૌદ્ર રુપ ધારણ કરી ચૂકી છે. દિવસે ને દિવસે કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK