આર્થિક સુધારાઓના નવા પર્વમાં સારાસાર વિવેકની જરૂર છે

Published: Oct 18, 2014, 06:36 IST

હવે જ્યારે આર્થિક સુધારાઓનું નવું પર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે વડા પ્રધાને સૌથી પહેલાં દેશને પૂરા સમયના, સ્વસ્થ અને અર્થશાસ્ત્રને સમજનારા નાણાપ્રધાન આપવા જોઈએ.વર્તમાન નાણાપ્રધાન આ ત્રણમાંથી એકુય લાયકાત ધરાવતા નથી. બીજું, તેઓ અર્થતંત્રમાં જે સુધારાઓ કરવા માગે છે એની ઉપયુક્તતા વિશે વ્યાપક ચર્ચા થવી જોઈએ(કારણ-તારણ, રમેશ ઓઝા)

સ્કૂલનું ભણતર જો કોઈ માટે દોજખ બની ગયું હોય તો એ નબળા વિદ્યાર્થીઓ માટે અને માર્કની માયાજાળમાં રસ ન ધરાવતા, પરંતુ પોતાની રીતે પોતાની શક્તિ પ્રદર્શિત કરવા માગતા ક્રીએટિવ વિદ્યાર્થીઓ માટે. ધારેલા માર્ક સુધી નહીં પહોંચી શકનારા વિદ્યાર્થીની પાછળ શિક્ષકો અને મા-બાપો એવી રીતે પડી જાય છે જાણે બાળક મજૂર હોય અને તેઓ મુકાદમ હોય. માર્કની માયાજાળને કારણે કોચિંગ ક્લાસોની ઇન્ડસ્ટ્રી વિકસી છે અને એ પછી પણ જો વિદ્યાર્થી ભણી ન શકુ તો પૈસાપાત્ર મા-બાપોનાં બાળકો માટે માર્ક તેમ જ ઍડ્મિશન ખરીદી આપવામાં આવે છે.

જેવી સ્થિત નબળા વિદ્યાર્થીની છે એવી જ સ્થિતિ આજના ગ્લોબલાઇઝેશનના યુગમાં અવિકસિત અને વિકાસશીલ દેશોની છે. ડૉ. મનમોહન સિંહની બીજી મુદત દરમ્યાન વિકસિત દેશોને, બહુરાષ્ટ્રીય કંપનીઓને, મોટા વિદેશી રોકાણકારોને, મર્ચન્ટ બૅન્કરોને, રેટિંગ એજન્સીઓને, વલ્ર્ડ બૅન્કને, આંતરરાષ્ટ્રીય નાણાનિધિને અને અર્થશાસ્ત્રીઓને લાગવા માંડ્યું હતું કુ એક સમયનો તેજસ્વી વિદ્યાર્થી ભણવામાં પાછો પડી રહ્યો છે અને તેને વધારે મહેનતની જરૂર છે. તેમના પર અને દેશ પર ભાગવા માટે તેમ જ ઝડપથી મજલ કાપવા માટે દબાણ વધારવામાં આવ્યું હતું જે રીતે શિક્ષકો અને મા-બાપો નબળા વિદ્યાર્થીની પાછળ પડી જાય છે. રેટિંગ એજન્સીઓ ભારતના અર્થતંત્રને ઢાંઢાના ‘ઢ’ તરીકુ ઓળખાવવા લાગી હતી. સરકારી અને બિનસરકારી એજન્સીઓ એક્સ્ટ્રા કોચિંગ માટે ઉપાયો સૂચવવા લાગી હતી. ભારતે શું કરવું જોઈએ અને કઈ રીતે આગળ વધવું જોઈએ એના વિશે સૂચનો કરતા ઢગલાબંધ અહેવાલો આવતા રહે છે. ભારતનું વહીવટી તંત્ર શિથિલ છે એટલે એને કઈ રીતે ચેતનવંતું બનાવી શકાય એ માટે ભલામણો આવી રહી છે. ભારતનું વહીવટી તંત્ર શિથિલ કરતાં ભ્રષ્ટ વધુ છે એમ માનીને લૉબિંગ કરનારી સંસ્થાઓ અને વ્યક્તિઓ સક્રિય થઈ ગઈ હતી. ભાગ નહીં તો પાછળ રહી જઈશ એમ જે રીતે બાળકને બિવડાવવામાં આવે છે એમ ભારતને બિવડાવવામાં આવી રહ્યું છે.
અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે ગયા એપ્રિલમાં ભારત વિશે એક અહેવાલ તૈયાર કર્યો હતો જેમાં ભાગ નહીં તો પાછળ રહી જઈશ એવો બિવડાવનારો પૂરતો મસાલો છે.

એ અહેવાલમાં ભારતને પ્રાયૉરિટી વૉચ-લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે અને કુટલાંક સૂચનો કરવામાં આવ્યાં છે. એમાં કરવામાં આવેલી ભલામણો ભારત નહીં સ્વીકારે તો ભારતને નહીં ભણી શકનારા ‘ઢ’ની શ્રેણીમાં મૂકવું પડશે એવો ઇશારો કરવામાં આવ્યો છે. હમણાં અને અબઘડી દરવાજા ખોલો, અમને પ્રવેશવા દો અને અનુકૂળ વાતાવરણ પેદા કરી આપો એવી એમાં માગણી કરવામાં આવી છે. અહીં જે ટાંકવામાં આવ્યો છે એ આવો છેલ્લો અહેવાલ છે. આવા પચાસેક જેટલા અહેવાલો છેલ્લાં પાંચ વર્ષમાં બહાર પડ્યા છે જે ભારત પર દબાણ વધારનારા છે. ભારતમાં પણ આવી માનસિકતા વ્યાપક છે. ભાગીશું નહીં તો પાછળ રહી જશું એમ માનનારા ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ, થિન્ક-ટૅન્કો સરકાર પર દબાણ લાવી રહ્યાં છે અને લૉબિંગ કરી રહ્યા છે.

આજની શિક્ષણ-વ્યવસ્થામાં પોતાની રીતે પોતાની શક્તિનો વિનિયોગ કરવા માગતા ક્રીએટિવ સ્ટુડન્ટને જેમ તેની રીતે ભણવા દેવાની તક આપવા દેવામાં નથી આવતી એ રીતે દેશના શાસકોને પણ પોતાની રીતે ભારતની જરૂરિયાત અનુસાર અર્થતંત્રનો રસ્તો કંડારવાની તક નથી આપવામાં આવતી. દબાણ એટલું પ્રચંડ છે કુ ભારતના શાસકોએ બતાવેલા રસ્તે ચાલવું પડે છે અને કોચિંગ લેવું પડે છે.
ભારતની પોતાની એક ખાસ સ્થિતિ છે એની ખાસ જરૂરિયાતો છે અને એમાં ભારતે પોતાનો રસ્તો અપનાવવો જોઈએ એમ કહેવાની આજે કોઈ હિંમત પણ નથી કરતું. લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીને ઉપર કહ્યું એવા વર્ગના લોકોએ વધાવી લીધા અને મદદ કરી એની પાછળનો ઇરાદો તેમની એવી ધારણા હતી કુ તેઓ ડૉ. મનમોહન સિંહ કરતાં સારા વિદ્યાર્થી નીવડશે. નરેન્દ્ર મોદી પણ સારા વિદ્યાર્થી નીવડવા તૈયાર છે. લોકસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાઓની ચૂંટણી આવવાની હતી એટલે નરેન્દ્ર મોદી હજી એક્સ્ટ્રા કોચિંગ લેવાની અને ભાગવાની સ્થિતિમાં નહોતા. હવે બન્ïને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને બીજાં કુટલાંક રાજ્યોની ચૂંટણીને વાર છે એટલે હવે વડા પ્રધાન ભાગવાની તૈયારી કરી રહ્યા છે.

વિધાનસભાની ચૂટણીના બીજા જ દિવસે નાણાસચિવ અરવિંદ માયારામને હટાવવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ રાજીવ મહર્ષિની નિમણૂક કરવામાં આવી છે. વડા પ્રધાને અરવિંદ સુબ્રમણ્યમની નિમણૂક ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર તરીકુ કરી છે. આ ઉપરાંત બીજા ૨૦ જેટલા સચિવોની ફેરબદલી કરવામાં આવી છે. સરકાર મજૂર કાયદાઓમાં સુધારાઓ કરી રહી છે કુ જેથી ઔદ્યોગિક ઉત્પાદનને વેગ આપી શકાય. હવે પછી બીજા કાયદાકીય સુધારાઓ કરનારા ખરડાઓ લોકસભામાં મૂકવામાં આવશે. વડા પ્રધાન  ભારતના અર્થતંત્રને ફાસ્ટ ગિયરમાં મૂકવા સજ્જ થઈ રહ્યા છે.


હવે જ્યારે આર્થિક સુધારાઓનું નવું પર્વે શરૂ થઈ રહ્યું છે ત્યારે વડા પ્રધાને સૌથી પહેલાં દેશને પૂરા સમયના, સ્વસ્થ અને અર્થશાસ્ત્રને સમજનારા નાણાપ્રધાન આપવા જોઈએ. વર્તમાન નાણાપ્રધાન આ ત્રણમાંથી એકુય લાયકાત ધરાવતા નથી. બીજું, તેઓ અર્થતંત્રમાં જે સુધારાઓ કરવા માગે છે એની ઉપયુક્તતા વિશે વ્યાપક ચર્ચા થવી જોઈએ. વિfવના દેશો અને નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સની ઑડિયન્સને ધ્યાનમાં રાખીને જો તેઓ આર્થિક સુધારાઓ કરશે તો દેશને ફાયદા કરતાં નુકસાન વધુ થવાનું છે. દરેક દેશની સ્થિતિ વિશિક્ટ હોય છે અને એમાં ભારતની સ્થિતિ અને જરૂરિયાત વધારે વિશિક્ટ છે. આર્થિક સુધારાઓના પહેલા પર્વે (૧૯૯૧-૧૯૯૫) પછી બીજું પર્વે શરૂ કરતાં પહેલાં રાષ્ટ્રીય વિમર્શ જરૂરી છે. જો એમ કરવામાં નહીં આવે તો ક્રોની કૅપિટલિસ્ટો રાજ્યને હાઇજૅક કરી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK