તેમણે કહ્યું હતું કે આ પદ્ધતિ લાગુ કરવા માટે બૅન્કોએ વધારે જવાબદાર બનવું પડશે. આ સિસ્ટમની ખાસિયત જણાવતાં ચિદમ્બરમે કહ્યું હતું કે આ સિસ્ટમમાં નાણાં સીધા લાભાર્થીના બૅન્ક ખાતામાં જમા થઈ જતાં હોવાથી વચેટિયાઓનો છેદ ઊડી જશે, અને તેથી ભ્રષ્ટાચારની શક્યતા નહીં રહે અને એટલે જ આ યોજના પ્યૉર મૅજિક પુરવાર થશે. ગઈ કાલે જયપુરમાં એક કાર્યક્રમમાં બોલતાં નાણાપ્રધાને કહ્યું હતું કે આગામી પહેલી જાન્યુઆરીથી કેટલાક જિલ્લાઓમાં આ યોજના લાગુ થઈ રહી છે તથા વર્ષના અંત સુધીમાં દેશભરમાં એ લાગુ કરી દેવામાં આવશે. ચિદમ્બરમે યોજનાને સફળ બનાવવા માટે તમામ બૅન્કોને પણ અપીલ કરી હતી.
સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશમાં કોરોનાની સંખ્યા 65 લાખને પાર જશે: ચિદમ્બરમ
6th September, 2020 11:08 ISTયસ બૅન્કનું ડૂબવું એ સરકારના ગેરવહીવટનું પરિણામ : પી. ચિદમ્બરમ
8th March, 2020 18:08 ISTભારતીયો ભોળા છે,યોજના વિશે સરકારી દાવા પર વિશ્વાસ કરી લે છે:ચિદમ્બરમ
12th January, 2020 15:42 ISTમોદી સરકારે મંજૂર કરેલા એનપીઆર યુપીએ સરકારથી તદ્દન અલગ : ચિદમ્બરમ
27th December, 2019 16:16 IST