Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લો બોલો! મોંઘી સાઇકલોની જ ચોરી કરતો યુવાન ઝડપાયો

લો બોલો! મોંઘી સાઇકલોની જ ચોરી કરતો યુવાન ઝડપાયો

18 November, 2014 03:17 AM IST |

લો બોલો! મોંઘી સાઇકલોની જ ચોરી કરતો યુવાન ઝડપાયો

લો બોલો! મોંઘી સાઇકલોની જ ચોરી કરતો યુવાન ઝડપાયો



dinesh more



અભિનેતા સલમાન ખાનની લાઇફસ્ટાઇલમાંથી પ્રેરણા લઈ  સલમાન ખાન જેવી બૉડી ધરાવતા સતારાના ૧૯ વર્ષના દિનેશ મોરેની ઓશિવરા પોલીસે  મોંઘી સાઇકલોની ચોરી કરવાના આરોપસર ધરપકડ કરી છે. દિનેશે આ ચોરીઓ અંધેરીના વસોર્વા, ઓશિવરા અને લોખંડવાલા વિસ્તારોની પૉશ સોસાયટીઓમાંથી કરી હતી.

દિનેશને આવી સાઇકલોનુંનું ઘેલું હતું અને એની ખરીદી તેને પરવડી શકે એમ ન હોવાથી તેણે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો. છેલ્લા એક વર્ષમાં તેણે લોખંડવાલા, ઓશિવરા,  સાત બંગલા અને જુહુની ૧૬ સોસાયટીઓમાંથી સાઇકલો ચોરી હતી. દિનેશ હેન્ડસમ લાગતો હોવાથી પૉશ સોસાયટીના સભ્યનાં સગાં અથવા મિત્ર તરીકે બિલ્ડિંગમાં દાખલ થતો હતો અને એકાદ રાઉન્ડ મારવા માટે સાઇકલ લેતો અને પછી સોસાયટીમાંથી બહાર નીકળી જતો.બાઇકની ચોરી કરતો હતો. સાઇકલના માલિકને ચોરી થયા બાદ જ ઘટનાની જાણ થતી હતી, મોટે ભાગે દિનેશ સોસાયટીઓની બહાર લાંબો સમય રાહ જોઈ સુરક્ષાકર્મીઓ સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરતો હતો. જ્યારે તેને સોસાયટીમાં રહેલી બાઇકની પૂરેપૂરી જાણકારી મળતી હતી ત્યારે ક્યારેક તે વૉચમૅન બાથરૂમ જાય કે ઊંઘી જાય તેની રાહ જોઈ સાઇકલની ચોરી કરતો હતો. દિનેશ રાત્રે ફૂટપાથ પર સૂઈ રહેતો હતો. દિનેશને ક્લબોમાં જવા અને બ્રૅન્ડેડ વસ્તુએ ખરીદવાને શોખ હતો.

 ગયા અઠવાડિયે જ્યારે ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં એક જ દિવસમાં સાઇકલોની ચોરીની ત્રણ ફરિયાદો નોંધાઈ એટલે પોલીસે ગંભીરતાથી તપાસ આદરી હતી. દિનેશ આ સોસાયટીઓના CCTV ફૂટેજમાં આવી ગયો હોવાથી તેને ઓળખી કાઢવામાં  પોલીસને ઝાઝી મુશ્કેલી નડી નહોતી. પોલીસે તેનો ફોટો સમગ્ર વિસ્તારમાં જાહેર કર્યો હતો. શુક્રવારે દિનેશને પોલીસના એક ખબરીએ લોખંડવાલાની ફૂટપાથ પર જોયો હતો. ખબરીએ તરત જ ઓશિવરા પોલીસને આની જાણ કરી હતી. પૂછપરછ દરમિયાન દિનેશે કબૂલ કર્યું હતું કે તેણે આવી ૪૦ સાઇકલોની ઉઠાંતરી કરી છે. ચોરી કર્યા બાદ તે પાણીના ભાવે સાઇકલ રિપેરની દુકાનોમાં વેચી નાખતો હતો. જો કોઈ ગ્રાહક ન મળે તો એવી સાઇકલોનેને પાર્ક અને પ્લે-ગ્રાઉન્ડમાં ભાડે આપતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2014 03:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK