Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૭ વર્ષની પુત્રી પર પપ્પા જ ૪ વર્ષથી બળાત્કાર કરતો હતો

૧૭ વર્ષની પુત્રી પર પપ્પા જ ૪ વર્ષથી બળાત્કાર કરતો હતો

05 August, 2016 05:35 AM IST |

૧૭ વર્ષની પુત્રી પર પપ્પા જ ૪ વર્ષથી બળાત્કાર કરતો હતો

૧૭ વર્ષની પુત્રી પર પપ્પા જ ૪ વર્ષથી બળાત્કાર કરતો હતો



સમીઉલ્લા ખાન

૧૭ વર્ષની પુત્રીએ પોતાના જ પપ્પા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપ મૂક્યો છે કે તેના પપ્પા તેની મમ્મીને છેલ્લાં ઘણાં વર્ષોથી ત્રાસ આપી રહ્યા છે અને તેના પર ચાર વર્ષથી જાતીય અત્યાચાર ગુજારી રહ્યા છે.

પોતાના પપ્પાની વર્તણૂકથી કંટાળીને આ ટીનેજરની મમ્મી ઘર છોડીને ચાલી ગઈ હતી અને પુત્રીને તેનાં દાદા-દાદી પાસે રહેવા કહ્યું હતું. જાન્યુઆરીમાં તેના પપ્પાને જાણ થઈ કે તે દાદા-દાદી સાથે રહે છે તો તેણે પોતાનાં મમ્મી-પપ્પાના ઘરે આવવું શરૂ કર્યું અને તેનું જાતીય શોષણ કરવું ચાલુ રાખ્યું. આ સમયે યુવતીએ તેનાં દાદા-દાદી અને કાકાને ફરિયાદ કરી, પરંતુ તેમણે એના પર ધ્યાન  ન આપ્યું. ગયા મંગળવારે યુવતીના પપ્પા ઘરે આવ્યા હતા અને તેના પર બળાત્કાર કર્યો હતો. યુવતીએ પોતાની આપવીતીની જાણ તેની મમ્મીને કરી હતી. આખરે ગુરુવારે તેમણે દિંડોશી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ-સ્ટેશને યુવતી પપ્પા સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2016 05:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK