Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > "તમે ભલે મારી સાથે સેલ્ફી લેતા, પરંતુ ફૅન તો હું તમારો છું"

"તમે ભલે મારી સાથે સેલ્ફી લેતા, પરંતુ ફૅન તો હું તમારો છું"

22 August, 2016 06:10 AM IST |

"તમે ભલે મારી સાથે સેલ્ફી લેતા, પરંતુ ફૅન તો હું તમારો છું"



dilip joshi

રશ્મિન શાહ

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના લીડ સ્ટાર જેઠાલાલ એટલે કે દિલીપ જોષી ગઈ કાલે રાજકોટના એક ફંક્શનમાં અનાયાસ મળી ગયા હતા, પણ બન્ને મળ્યા પછી એવી રીતે વાતોએ વળગ્યા હતા જાણે બન્ને વષોર્ના ભાઈબંધ હોય. સામાન્ય રીતે લોકો ઍક્ટર સાથે સેલ્ફી લેતા હોય છે, પણ ગઈ કાલે તો દિલીપ જોષીએ વિજય રૂપાણી સાથે સેલ્ફી લીધો હતો. વિજય રૂપાણીએ આ જ વાતનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘તેઓ મને નથી ઓળખતા, પણ હું તો તેમને આઠ-દસ વર્ષથી ઓળખું છું ભાઈ. જ્યારે પણ ટેન્શન લાગે ત્યારે તેમણે જ તો મારું ટેન્શન હળવું કર્યું છે.’

દિલીપ જોષી તો વિજય રૂપાણીને જોઈને એવા તો ખુશ થઈ ગયા કે તેમણે સેલ્ફી પણ લઈ લીધો હતો. વિજય રૂપાણીએ કોઈ જાતના શબ્દો ર્ચોયા વિના પ્રેમથી કહ્યું હતું કે હું જેઠાલાલનો ફૅન છું.



ગઈ કાલે રાજકોટ ગયેલા દિલીપ જોષી સાથે સિરિયલમાં બાઘાનું કૅરૅક્ટર કરતો તન્મય વેકરિયા પણ હતો. વિજય રૂપાણીએ મજાકમાં કહ્યું પણ હતું કે ‘આ દેશ કેવાં-કેવાં ટેન્શનો જુએ એનું કઈ ભવિષ્ય ભાખી ન શકાય. એટલે હું તો કહું છું કે બસ, આ પ્રકારની સિરિયલો ચાલુ રહે અને લોકો હસતા રહે.’


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2016 06:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK