કૉન્ગ્રેસના નેતા દિગ્વિજયે મોદીની સરખામણી રાવણ સાથે કરી દીધી

Published: 30th November, 2012 06:08 IST

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી થ્રી-ડી ટેક્નૉલૉજી દ્વારા એકસાથે રાજ્યના અનેક શહેરોમાં સ્પીચ આપવાની નવતર શરૂઆત કરી છે ત્યારે કૉન્ગ્રેસના નેતા દિગ્વિજય સિંહે આ મુદ્દે મોદીને તેમનું નામ લીધા વિના રાવણ સાથે સરખાવ્યા હતા.

ગઈ કાલે ભોપાલમાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ‘થ્રી-ડી કૅમ્પેનમાં એવું છે કે એક વ્યક્તિ એક જ સ્થળેથી બોલે છે પણ તેનો અવાજ ૧૦ જુદી-જુદી જગ્યાએ પહોંચે છે. રામાયણમાં પણ એક એવું પાત્ર હતું, જેને દસ ચહેરા હતા.’

કૉન્ગ્રેસના બોલકા નેતા દિગ્વિજય સિંહે મોદી કે રાવણનું નામ લીધા વિના બન્નેની સરખામણી કરી દીધી હતી. થોડા સમય પહેલાં જ મોદીએ ગાંધીનગરમાંથી સ્પીચ આપી હતી, જે થ્રી-ડી ટેક્નૉલૉજી અને સૅટેલાઇટ લિંક દ્વારા ગુજરાતનાં ચાર શહેરોમાં એકસાથે પ્રસારિત કરવામાં આવી હતી. અગાઉ કૉન્ગ્રેસના નેતાઓ મોદીની સરખામણી વાનર અને ઉંદર સાથે પણ કરી ચૂક્યા છે. મોદીએ જોકે આ બન્ને પ્રાણીઓ ભગવાનના સૌથી નજીકના સાથી ગણાવીને પોતાની સરખામણી આ પ્રાણીઓ સાથે કરવા બદલ આભાર માનીને કૉન્ગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. મોદી હવે દિગ્વિજય સિંહે આપેલી રાવણની ઉપમાનો શું જવાબ આપે છે એ જોવાનું રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK