Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > 1 ઓક્ટોબરથી સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ, ડિજિટલ સ્ટેમ્પિંગ ફરજિયાત

1 ઓક્ટોબરથી સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ, ડિજિટલ સ્ટેમ્પિંગ ફરજિયાત

16 September, 2019 07:52 PM IST | ગાંધીનગર

1 ઓક્ટોબરથી સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ, ડિજિટલ સ્ટેમ્પિંગ ફરજિયાત

1 ઓક્ટોબરથી સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ, ડિજિટલ સ્ટેમ્પિંગ ફરજિયાત


રાજ્યમાં 1 ઓક્ટોબરથી ડિજિટલ સ્ટેમ્પિંગ ફરજિયાત બનશે. રાજ્યના નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલી અને વેન્ડરો દ્વારા વધુ કમાણી માટે કૃત્રિમ અછતની ફરિયાદોને પગલે રાજ્ય સરકારે ડિજિટલ સ્ટેમ્પિંગ માટે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત પહેલી ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફીઝીકલ સ્ટૅમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિઝીટલ સ્ટૅમ્પીંગની પધ્ધતિનો ઉપયોગ થશે.

રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે આ અંગે જાહેરાત કરી હતી. કૌશિક પટેલના કહેવા પ્રમાણે,'ડિજિટલ ઈન્ડિયાના નવતર અભિગમની સાથે સીએમ વિજય રૂપાણીને નેતૃત્તવ હેઠળ રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓને સરળ બનાવવા નવા નિર્ણયો કર્યા છે. ત્યારે આ નિર્ણય પણ મહત્વનો સાબિત થશે. નાગરિકોને સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણીમાં કે સ્ટેમ્પ મેળવવામાં તકલીફ ન પડે તે માટે ઈ સ્ટેમ્પિંગની સવિધા શેડ્યુલ્ડ બેન્કો, કેન્દ્ર અને રાજ્ય સરકારની નાણાકીય સંસ્થાઓ, પોસ્ટ ઓફિસ, સીએ, કંપની સેક્રેટરી બંદર/પોર્ટ ખાતેના સી & એફ ઍજન્ટ, ઇ-ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કૉમન સવિર્સ સેન્ટર,RBI રજીસ્ટર્ડ નોન બૅન્કીંગ ફાઇનાન્સીયલ કંપનીઅને લાયસન્સી નોટરી પૈકી જે વ્યકિતઓ/સંસ્થાઓ જે તે જિલ્લાની સ્ટોક હોલ્ડિંગ કૉર્પોરેશનની કચેરી ખાતે રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.
સુપ્રિ.ઓફ સ્ટૅમ્પ્સ દ્વારા આ વ્યકિતઓ/સંસ્થાઓને ઈ-સ્ટૅમ્પીંગના ACC (ઑથોરાઈઝ્ડ કલેકશન સેન્ટર) તરીકેની નિમણૂંકની પરવાનગી આપ્યા બાદ આ સેન્ટરો ડિઝીટલ ઈ-સ્ટૅમ્પીંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકશે.'



તો પત્રકારો સાથેની વાતચીતમાં કૌશિક પટેલે ડિજિટલ સ્ટેમ્પિંગના ફયદા પણ ગણાવ્યા. તેમણે કહ્યું,'ડિઝીટલ સ્ટૅમ્પીંગના ઑથોરાઈઝડ કેન્દ્રો ઉપરથી જરૂરી રકમની સ્ટૅમ્પ ડ્યૂટીની ચુકવણી કરીને જરૂરી રકમનું ડિઝીટલ સ્ટૅમ્પ સર્ટીફીકેટ મેળવી શકશે. જેમાં પક્ષકારોના નામ ઉપરાંત દસ્તાવેજની વિગત તથા દસ્તાવેજની રકમ જેવી વિગતો પણ દર્શાવવામાં આવશે. ડિઝીટલ સ્ટૅમ્પ સર્ટીફીકેટ ધારણ કરનાર વ્યક્તિ દ્વારા સર્ટીફીકેટની ઓન લાઈન તેમજ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પણ ખરાઈ કરી શકાશે. જેથી, સ્ટૅમ્પ સર્ટીફીકેટની છેત્તરપિંડી કે ડુપ્લીકેશનનો કોઈ અવકાશ રહેશે નહીં.


આ પણ વાંચોઃ રોજ માત્ર 7 રૂપિયા બચાવો અને મેળવો 5 હજારનું પેન્શન

ડિઝીટલ સ્ટૅમ્પીંગ પધ્ધતિ અમલમાં આવવાથી આ પધ્ધતિ હેઠળ સ્ટૅમ્પ ડ્યૂટીની ચુકવણી કરતા એક યુનિક સર્ટીફીકેટ નંબર જનરેટ થશે જેની ખરાઈ દસ્તાવેજ નોંધણી સમયે સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા કરવામાં આવશે. જેથી, દસ્તાવેજની નોંધણી પણ સુરક્ષીત બનશે. આ ઉપરાંત, આ રેકર્ડની ઉપલબ્ધિ ઓન લાઈન હોવાથી તે કોઈ પણ સમયે ચકાસી શકાશે, તેનો પુરાવો પણ મેળવી શકાશે. વધુમાં, ડિઝીટલ સ્ટૅમ્પીંગ પધ્ધતિમાં ફિઝીકલ સ્ટૅમ્પીંગ પધ્ધતિની જેમ એડવાન્સમાં કોરા સ્ટૅમ્પ પેપર ખરીદવાની જરૂરીયાતમાંથી મુક્તિ મળતા નાગરિકોને રીફંડના પ્રશ્નો પણ ઉદભવશે નહીં.'


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2019 07:52 PM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK