આપની લોકોને રાહતઃ ડીઝલમાં 8 રૂપિયાનો ઘટાડો

Published: 31st July, 2020 13:42 IST | Agencies | New Delhi

દિલ્હીની કેજરીવાલ સરકારે ડીઝલ પર લાગતો વૅટ ૩૦ ટકાથી ઘટાડી ૧૬.૭૫ ટકા કર્યો, ૮૧.૯૪ના ભાવે મળતું ડીઝલ હવે વૅટ ઘટતાં ૭૩.૬૪ રૂપિયાના ભાવે મળશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દિલ્હી સરકારે વર્તમાન કોરોના મહામારીમાં મોંઘવારીનો અસહ્ય સામનો કરી રહેલા દિલ્હીવાસીઓ ખાસ કરીને ડીઝલના વપરાશકારો માટે રાહતરૂપ અને અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો માટે અનુકરણીય એવું પગલું ભરીને ડીઝલ પર લેવાતા ૩૦ ટકા વૅટમાં ઘટાડો કરતાં રાજધાની દિલ્હીમાં ડીઝલમાં હવે ૮ રૂપિયાનો એકસાથે ઘટાડો થશે. દિલ્હીમાં ૮૧.૯૪ રૂપિયાના ભોવે વેચાઈ રહેલું ડીઝલ હવે ૭૩.૬૪ રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે. દિલ્હીમાં આપ પાર્ટીની સરકારના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના આ નિર્ણયને લોકોએ આવકાર આપ્યો છે. નોંધનીય છે કે લૉકડાઉન દરમ્યાન કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર કોઈ વધારો કર્યો નહોતો, પરંતુ અનલૉક-1.0 શરૂ થતાં જ રોજેરોજ ભાવવધારો ઝીંકવાની શરૂઆત કરતાં દિલ્હીમાં એક તબક્કે પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું થયું હતું અને હજી પણ મોંઘું છે ત્યારે કેજરીવાલે એમાં લિટરે એકસાથે ૮ રૂપિયા કરતાં વધુનો ઘટાડો કરીને બીજાં રાજ્યોને પણ પ્રેરણાં પૂરી પાડી હોવાનું ‘આપ’ સરકારનાં સૂત્રોએ કહ્યું હતું.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે ગુરુવારે મોટું એલાન કર્યું છે. રાજધાનીમાં કોરોના વાઇરસના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં ડીઝલના ભાવમાં ૩૦ ટકાને બદલે હવે ૧૬ ટકા વૅટ લાગશે.

કેજરીવાલ સરકારની આ રાહતની સાથે દિલ્હીમાં ડીઝલના ભાવમાં ૮.૩૬ રૂપિયા સુધીનો ભાવઘટાડો થઈ જશે. દિલ્હીના સીએમએ કહ્યું કે દિલ્હીમા હવે ૮૨ રૂપિયા પ્રતિ લિટર સુધીના ભાવે ડીઝલ વેચાઈ રહ્યું છે, હવે ૩૦ ટકાથી ઘટાડીને ૧૬ ટકા વેટ કરવામાં આવ્યો છે. એથી હવે ડીઝલના ભાવ ૮ રૂપિયા સુધી ઓછા થશે. ડીઝલ હવે નવા ૭૩.૬૪ રૂપિયાના ભાવે મળશે. કેજરીવાલ સરકારની કૅબિનેટે રાજ્યમાં અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે નિર્ણય કર્યો છે.

વધુમાં કહ્યું કે લૉકડાઉન બાદ હવે અનલોક-૧ અને અનલોક-૨ ખૂલતાં દિલ્હીમાં હવે લોકો નોકરી પર જઈ રહ્યા છે, વાતાવરણ સુધરી રહ્યું છે અને કોરોનાના કેસ પણ ઓછા થઈ રહ્યા છે. કારોબારી અને ફેક્ટરીવાળાઓએ તેમને એ વાતની અપીલ કરી છે કે એવામાં આ સરકાર તરફથી રાહત આપવામાં આવી છે. જોકે દિલ્હીમાં જલદીથી કામકાજ શરૂ થઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK