Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હાઇ હીલ્સની શોધ પુરુષો માટે થઈ હતી એની તમને ખબર છે?

હાઇ હીલ્સની શોધ પુરુષો માટે થઈ હતી એની તમને ખબર છે?

01 April, 2019 01:13 PM IST |

હાઇ હીલ્સની શોધ પુરુષો માટે થઈ હતી એની તમને ખબર છે?

હાઈ હીલ

હાઈ હીલ


હાઇ હીલ્સનાં શૂઝ પર અત્યાર સુધી મહિલાઓની ઇજારાશાહી રહી છે, પરંતુ એકવીસમી સદીના પુરુષોએ મહિલાઓની આ મોનોપૉલીને તોડી નાખી છે. પુરુષોના દિલમાં હવે ઊંચા અને સ્ટાઇલિશ દેખાવાના અભરખા જાગ્યા છે. વિચિત્ર લાગે એવા આ સમાચારથી મહિલાઓના હૃદયમાં ફાડ પડે એ સ્વાભાવિક છે, પણ હાઇ હીલ્સ શૂઝે હવે પુરુષોના વૉર્ડરોબમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે એ વાત મહિલાઓએ પચાવવી તો પડશે જ.

આ સમાચારથી મહિલાઓને ધક્કો પહોંચ્યો હોય તો જણાવી દઈએ કે હાઇ હીલ્સની શોધ પુરુષો માટે જ થઈ હતી. વાસ્તવમાં મહિલાઓએ તેમની આ સ્ટાઇલની નકલ કરી છે. પહેલાંના સમયમાં હૉર્સરાઇડિંગ કરતા પુરુષો કમ્ફર્ટ માટે હાઇ હીલ્સના શૂઝ પહેરતાં હતા. હાઇ હીલ્સ સાથે ઘોડેસવારી કરતા અને કાઉબૉય જેવી મેસ્ક્યુલિનિટી ઇમેજ ધરાવતા પુરુષોનું મહિલાઓને આકર્ષણ રહેતું. આ પ્રકારનાં શૂઝ પહેરવાથી વ્યક્તિની હાઇટ અને મોભામાં ઘણો ફરક પડે છે તેમ જ આવાં શૂઝ પહેરવાથી તમે સુપિરયિર હો એવું ચિત્ર ઊભું થાય છે એ બાબતની મહિલાઓએ નોંધ લીધી હતી. પુરુષની સરખામણીએ મહિલાઓની સરેરાશ ઊંચાઈ ઓછી હોય છે. એકાદ ઇંચ પણ તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી શકે છે એ ધ્યાનમાં આવ્યા બાદ મહિલાઓએ એને પોતાનું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બનાવી દીધું.



છેલ્લા થોડા સમયથી ફેશન-ઇન્ડસ્ટ્રી જેન્ડરલેસ બનતાં હાઇ હીલ્સ તરફ ફરી પુરુષોનો ઝુકાવ વધ્યો છે. હાલમાં અઢીથી ચાર ઇંચ ઊંચી હીલ્સ ધરાવતાં શૂઝ પુરુષોમાં પૉપ્યુલર છે. કૉમન મૅનમાં બૉક્સ હીલ્સ પૉપ્યુલર છે. ફૅશનેબલ અને ગ્લૅમર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા પુરુષો વેજીસ, ઇટાલિયન હાઇ બૂટ અને પેન્સિલ હીલ્સ પણ પહેરે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2019 01:13 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK