શું બાથરૂમ-બ્રેક માટે પાઇલટે હાઇવે પર હેલિકૉપ્ટર લૅન્ડ કર્યું?

Published: 26th December, 2018 19:02 IST

તેમણે રોડ પર પોતાની ગાડી થંભાવી દીધી અને કદાચ લૅન્ડિંગ પછી પોતે કંઈ મદદ કરી શકે એમ હોય તો એ માટે સાઇડમાં ઊભા રહી ગયા.

રસ્તાની જમણી બાજુએ ઉભેલું હેલિકોપ્ટર
રસ્તાની જમણી બાજુએ ઉભેલું હેલિકોપ્ટર


અમેરિકાના જ્યૉર્જિયાથી મિસિસિપી તરફ જતા હાઇવે પર શનિવારે સાંજે ફ્રેડી કાર્માઇકલ અને તેમના પરિવારે અચાનક જ રોડની કિનારીએ એક સેસ્ના હેલિકૉપ્ટર લૅન્ડ થતું જોયું. ફ્રેડીની વાઇફે આ ઘટના મોબાઇલમાં રેકૉર્ડ કરવાની શરૂ કરી દીધી. ફ્રેન્ડીને લાગ્યું કે કદાચ કોઈક મેડિકલ ઇમર્જન્સી હશે. તેમણે રોડ પર પોતાની ગાડી થંભાવી દીધી અને કદાચ લૅન્ડિંગ પછી પોતે કંઈ મદદ કરી શકે એમ હોય તો એ માટે સાઇડમાં ઊભા રહી ગયા. જોકે નવાઈ એ વાતની લાગી કે જેવું હેલિકૉપ્ટર રોડ પર લૅન્ડ થયું કે તરત જ ડાબા બારણેથી એક માણસ એમાંથી ઊતર્યો. તેણે આ ઊભેલા લોકો સામે થમ્બ અપની સાઇન કરી અને રોડની કિનારીએ જઈને સુસુ કરવા ઊભો રહી ગયો. ફ્રેડીને નવાઈ લાગી કે શું હેલિકૉપ્ટરના પાઇલટે બાથરૂમ-બ્રેક લેવા માટે હાઇવે પર લૅન્ડિંગ કર્યું હતું? ફ્રેડી હેલિકૉપ્ટરના પાઇલટ સાથે વાત કરવા ગયો ત્યારે હકીકત ખબર પડી. આ હેલિકૉપ્ટરમાં અલબામાનો ફ્લાઇટ-ઇન્સ્ટ્રક્ટર જિમ વિલિયમ્સ તેના સ્ટુડન્ટને ટ્રેઇનિંગ આપી રહ્યો હતો.

 

એવામાં એન્જિનમાં ગરબડ થતાં અધવચ્ચે તેમણે ઇમર્જન્સીમાં લૅન્ડિંગ કરવું પડે એવી સ્થિતિ બની. જિમે સાવચેતીપૂર્વક હાઇવેના ટ્રાફિકને અસર ન થાય એ રીતે કિનારા પર હેલિકૉપ્ટર લૅન્ડ કર્યું હતું. અચાનક પેદા થયેલી આ ઇમર્જન્સીમાં તેનો સ્ટુડન્ટ ખૂબ ડરી ગયેલો. એટલે ચૉપર જેવું જમીનને અડ્યું કે તરત જ ભાઈસાહેબ સુસુ કરવા માટે નીકળી પડ્યા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK