આસામઃલથડાતો હતો વ્યક્તિ, પ્રાઈવેટ પાર્ટમાંથી જે મળ્યું તે જોઈ ચોંકી ઉઠી પોલીસ

Published: May 08, 2019, 21:00 IST | દિબ્રુગઢ

આસામના દિબ્રુગઢ એરપોર્ટ પર સોનાની દાણચોરી કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એરપોર્ટ પર તૈનાત CISF અધિકારીઓએ એક વરિષ્ઠ નાગરિક પાસેથી 9 સોનાના બિસ્કિટ મળી ઝડપી પાડ્યા છે.

આસામના દિબ્રુગઢ એરપોર્ટ પર સોનાની દાણચોરી કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એરપોર્ટ પર તૈનાત CISF અધિકારીઓએ એક વરિષ્ઠ નાગરિક પાસેથી 9 સોનાના બિસ્કિટ મળી ઝડપી પાડ્યા છે. 1.5 કિલોના સોનાના બિસ્કિટ વરિષ્ઠ નાગરિકે પ્રાઈવેટ પાર્ટથી પેટમાં છુપાવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે ચમનલાલ મહેતાના નામનો વ્યક્તિ પેટમાં CISFએ સોનાના 9 બિસ્કિટ ઝડપી પાડ્યા છે. પકડાયા બાદ આરોપીએ ખુલાસો કર્યો કે તે દિબ્રુગઢથી કોલકાતા જતી 206 ઈન્ડિગો પ્લેનથી જઈ રહ્યો હતો. ત્યાંથી તે દિલ્હી જવાનો હતો. દિલ્હીમાં તેણે આ સોનાના બિસ્કિટની ડિલીવરી કરવાની હતી.

આ પણ વાંચોઃ  અમદાવાદઃ પતિએ પોલીસ સ્ટેશન પહોંચી કહ્યું,'મેં મારી પત્નીની હત્યા કરી છે'

પરંતુ દિબ્રુગઢ એરપોર્ટ પર જ આ વ્યક્તિને ચાલતો જોઈને CISFના અધિકારીઓએ તેને પકડ્યો. અને ઝડતી લેવા દરમિયાન તેના પેટમાંથી સોનાના બિસ્કિટ મળી આવ્યા. આરોપી ચમનલાલ મહેતાએ કહ્યું કે રાજધાની એક્સપ્રેસથી દિબ્રુગઢ પહોંચ્યો હતો. સ્ટેશન પર અશ્વિની નામના વ્યક્તિએ સોનાના બિસ્કિટ આપ્યા હતા. આરોપીએ એ પણ સ્વીકાર્યું કે તે બેથી ત્રણ વખત દિબ્રુગઢ એરપોર્ટ પરથી આ રીતે સોનાના બિસ્કિટ લઈને ડિલીવરી આપી ચૂક્યો છે. આ કામ માટે તેને કમિશન મળે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK