ધોળકીયા સ્કુલની ફીને લઇને કોંગ્રેસનો હલ્લાબોલ : ખાતરી બાદ મામલો શાંત થયો

રાજકોટ | Apr 13, 2019, 08:57 IST

કોંગ્રેસ અને વાલીઓએ શાળાના આચાર્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જે વિધાર્થીઓ પાસેથી વધુ ફી વસુલવામાં આવી છે તેમને આવતી ટર્મમાં વધારાની ફી પરત કરાશે તેવી લેખિતમાં ખાતરી શાળા સંચાલકોએ આપતાં આંદોલનનો અતં આવ્યો હતો.

ધોળકીયા સ્કુલની ફીને લઇને કોંગ્રેસનો હલ્લાબોલ : ખાતરી બાદ મામલો શાંત થયો
ધોળકીયા સ્કુલ

રાજટોકમાં છેલ્લા દિવસથી ધોળકિયા સ્કુલની ફીને લઇને વાલીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. જેને પગલે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઈ રાજપૂતની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે વધારાની ફી વિધાર્થીઓ અને વાલીઓને પરત કરવાની માગણી કરી હતી. ધોળકિયા સ્કૂલના મુખ્ય સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા કે જીતુભાઈ ધોળકિયા હાજર ન હોવાથી તેનો ફોન દ્રારા સંપર્ક સાધવાનો આંદોલનકારીઓએ અને શાળાના સ્ટાફે પ્રયાસ કર્યેા હતો પરંતુ સંપર્ક ન થતાં શાળાના આચાર્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જે વિધાર્થીઓ પાસેથી વધુ ફી વસુલવામાં આવી છે તેમને આવતી ટર્મમાં વધારાની ફી પરત કરાશે તેવી લેખિતમાં ખાતરી શાળા સંચાલકોએ આપતાં આંદોલનનો અતં આવ્યો હતો.

વાલીઓ અને કોંગ્રેસના આગેવાનોને જોઇ પોલીસ બોલાવી પડી

પંચાયતનગરમાં આવેલી ધોળકિયા સ્કૂલની ફીનું માળખું ફી રેગ્યુલરેટરી કમિટી (FRC)એ નકકી કર્યું હોવા છતાં અગાઉ શાળાએ ઉઘરાવેલી વધારાની ફી વાલીઓને પરત આપવામાં આવતી ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠયા બાદ આજે વાલી મંડળના અને કોંગ્રેસના આગેવાનો ધોળકિયા સ્કૂલે પહોંચ્યા હતા અને ઉગ્ર દેખાવો કરી ફી પરત આપવા માટે માગણી કરી હતી. વાલીઓ અને કોંગ્રેસના આગેવાનોને જોઈ શાળા સંચાલકોએ પોલીસને ફોન કરી દીધો હતો અને પોલીસ કાફલો તુરતં જ આવી પહોંચ્યો હતો.


સ્કૂલમાં ફીના માળખાની વિગતો જાહેર કરતી નોટિસ પ્રદર્શિત કરવામાં આવી છે પરંતુ તે સ્કૂલના લેટરપેડ પર લખાય છે. એફઆરસીએ મંજૂર કરેલી ફીના માળખાનો હુકમ દેખાડવાની માગણી કોંગ્રેસ દ્રારા કરવામાં આવી હતી પરંતુ શાળા સંચાલકો તે દેખાડી શકયા ન હતા.

આ પણ વાંચો : રાજકોટ : ચુંટણી માહોલમાં કુવાડવા રોડ પરથી 8 લાખ રોકડ સાથે ત્રણી ધરપકડ

વધારાની ફી પરત આપવાની જાહેરાત છતાં આંદોલન કરતા શાળા સંચાલકો નારાજ
શાળા સંચાલકોના જણાવ્યા મુજબ વધારાની ફી પાછી આપવામાં આવશે તેવી અમે અગાઉ જાહેરાત કરી છે પરંતુ તે મુજબ આગામી ટર્મમાં ફી પરત કરાશે તેવો નિર્ણય જાહેર કરાયો હોવા છતાં આજે શા માટે દેખાવો કરવા પડયા ? તે અમને સમજાતું નથી. આજે રજૂઆતમાં માત્ર એક વાલી આવેલ હતા અને બાકી તો કોંગ્રેસીઓ જોવા મળ્યા હતા. વધારાની ફી વિધાર્થીઓ અને વાલીઓને પરત કરવાની માગણી કરી હતી. શાળા સંચાલકોએ અગાઉની માફક આજે પણ જે વિધાર્થીઓ પાસેથી વધુ ફી વસુલવામાં આવી છે તેમને આવતી ટર્મમાં વધારાની ફી પરત કરાશે તેવી લેખિતમાં ખાતરી આપતાં આંદોલનનો અતં આવ્યો હતો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK